સ્વચ્છતા પખવાડિયા-૨૦૨૧ ની ઉજવણી
ભારત સરકારના શિક્ષા મંત્રાલયના તેમજ શિક્ષણ વિભાગના સ્વચ્છતા પખવાડિયા-૨૦૨૧ ની ઉજવણી કરવા બાબત મળેલ પરિપત્ર અનુસાર અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલયમાં તા. 0૧/0૯/૨૦૨૧ ના રોજ – સ્વચ્છતા શપથ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકગણ તથા આચાર્ય બહેનશ્રી અમીપરા પાર્વતીબેન સાથે.
તા. ૦૨/૦૯/૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ મીટીંગ. સ્વચ્છતા માટે માસ્ક, હેન્ડ વોશિંગ સુચના, સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું.
તા. 03/૦૯/૨૦૨૧ ના રોજ પેરેન્ટ્સ, સ્થાનિક લોકો સાથે સ્વચ્છતા સેમીનાર યોજવામાં આવેલ. વેક્સીનેશનનું મહત્વ વાલીઓને સમજાવ્યું.
તા. ૦૪/૦૯/૨૦૨૧ ના રોજ કોવીડકેરના સ્લોગન, ફોટો, પાણી સંગ્રહ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
તા.૦૬/૦૯/૨૦૨૧ ના રોજ- નિબંધ સ્પર્ધા, કાવ્ય, કોવીડકેર માટે વર્ચુઅલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.
તા. ૦૮/૦૯/૨૦૨૧ ના રોજ હેન્ડવોશ ડે ની ઉજવણી કરવામાં આવી.
તા. ૦૯/૦૯/૨૦૨૧ ના રોજ વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ ધો ૯ થી ૧૨ ની તમામ વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું.
તા.૧૧/૦૯/૨૦૨૧ ના રોજ – સ્વચ્છતા પ્રદર્શન કરવામાં આવ્યું.
તા. ૧૩/૦૯/૨૦૨૧ ના રોજ – સ્વચ્છતા જાગૃતિ અભિયાન.
તા. ૧૫/૦૯/૨૦૨૧ ના રોજ- પ્રાઈઝ વહેચણી કરવામાં આવી.
ઉપરોક્ત તારીખ પ્રમાણે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારી શાળાના આચાર્ય બહેન શ્રી અમીપરા પાર્વતીબેન, માર્ગદર્શક શિક્ષિકા બહેનો ૧) પ્રાગડા પ્રજ્ઞાબેન ૨) દોંગા જ્યોત્સનાબેન ૩) મકવાણા સોમાલીબેન . સંકલનથી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ જેમુજબ હોશિયાર વિદ્યાર્થીની બહેનોએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. જેની યાદી નીચે મુજબ છે.
૧) નિબંધ સ્પર્ધા
૨) ચિત્ર સ્પર્ધા
આ સ્પર્ધા અંતર્ગત શાળાની ધો ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થી બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધાનું મૂલ્યાંકન કાર્ય કરી અને સ્પર્ધાના અંતે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય, તૃતીય નંબર જાહેર કરવામાં આવેલ હતા.
નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓની યાદી
૧) મારવિયા જેન્શી રાજેશભાઈ ધો ૧૦ a
૨) ડાંગરિયા ખુશી શૈલેશભાઈ ધો ૧૦ a
૩) હરસોડા માંન્સીઓ રાજેશભાઈ
૪) પીપરીયા ઈશિતા રાજેશભાઈ ધો ૧૦ b
ચિત્ર સ્પર્ધામાં વિજેરા થયેલ વિદ્યાર્થીઓની યાદી
૧) નારિયા હાર્મિ ધો ૯ b
૨) બુસા નેન્સી બી. ધો ૯ a
૩) જેસડિયા શીવાંસી એલ. ધો ૯ a
સ્પર્ધાનું મૂલ્યાંકન કાર્ય કરનાર શિક્ષક્શ્રીઓ
૧) પ્રાગડા પ્રજ્ઞાબેન ૨) દોંગા જ્યોત્સનાબેન ૩) મકવાણા સોમાલીબેન વગેરે દ્વારા નિબંધ સ્પર્ધાનું મુલ્યાન્કાર કાર્ય કરેલ હતું અને ઉપરોક્ત સ્પર્ધાને સફળ બનાવવામાં શાળાના આચાર્ય બહેન શ્રી અમીપરા પાર્વતીબેન તથા સમગ્ર શાળા સ્ટાફ પરિવારના સહયોગથી સ્પર્ધા અને કાર્યક્રમોનું કાર્ય સફળ રીતે પૂર્ણ થયા પછી શાળાના આચાર્ય બહેનશ્રી અમીપરા પાર્વતીબેન દ્વારા સમગ્ર સ્ટાફગણને તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.
No comments:
Post a Comment