આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ ની તાલુકા કક્ષાની ઉજવણી
પ્રસ્તાવના
21 જુન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી માટેનો અભિગમ રાષ્ટ્રીય તેમજ વિશ્વ સ્તરે યોગ
માધ્યમથી માનવતાના ગુણને ખીલવીને પરમ ચેતના સાથેના જોડાણના ભાવથી વિશ્વસ્તરે
ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીના વિચારને એક વિશ્વસ્તરે
પ્રગટ કર્તા અને લોકોના તન મન આરોગ્ય-સુખ-સમૃધ્ધી દ્વારા વિશ્વના ફલક પર એક
માનવતાનો ગુણ સ્થાપિત કરી અને બંધુતાની ભાવના સાથે વસુદેવ કુટુમ્બકમ કહેવત
સુવિચારને સાર્થક કર્તા વિશ્વ એક પરિવાર સાથે જોડાઈને યોગ પ્રવૃત્તિના વિકાસ સાથે
એક તંદુરસ્ત સુખમય આનંદિત વિશ્વને નજર અંદાજ સાથેનું જોડાણના અભિગમથી યોગને
પ્રાધાન્ય આપવું એજ આજના દિવસની સાર્થકતા ગણાય .
આયોજન 21 જુન
અમારી શાળા
શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં એકવીસમી જુન યોગ દિવસની તૈયારી માટે શાળાનાં
ગ્રાઉન્ડ ની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જેમાં તાલુકા
કક્ષાનો કાલાવડ- મામલતદાર કચેરીના સહયોગથી તે પણ જોડાઈને શાળામાં ગ્રાઉન્ડ ની અંદર
પોલીસ સ્ટાફ તેમજ વિવિધ કચેરીના કર્મચારીઓ તથા અમારી શાળાનાં ટ્રસ્ટીશ્રી તેમજ
વાલીશ્રી તથા સ્ટાફગણનાં સહયોગ થી એક કડી મારફત જોડાણ થઈને આ કાર્યક્રમ દીપી ઉઠે
તે હેતુથી સાઉન્ડ-બેનર-પાણી-નાસ્તો-એલ.ઈ.ડી. સ્ક્રીન તેમજ સ્ટ્રેઈઝ ની પુરતી
વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવી હતી.
પ્રવૃત્તિ 1
21 મી જુન સવારે 6 વાગ્યે
શાળાનાં આચાર્યશ્રી તથા ટ્રસ્ટીગણ, સ્ટાફગણ,વિદ્યાર્થીની બહેનો તથા મામલતદાર કચેરી કાલાવડ, પોલીસ કર્મચારીઓ તથા DDO
સાહેબની ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત ફૂલહાર તેમજ શબ્દોથી કરવામાં આવ્યું.
ભારતના
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીનો વંદે ગુજરાત ચેનલ પર માનવતા દિવસ તરીકે
પ્રવચન સાંભળી અને તેમનો હેતુ અને તેમાં યોગ કઈ રીતે માનવ સમાજને ઉપયોગી બને તેવા
હેતુસર બધાજે કાર્યક્રમ નિહાળીને ત્યારબાદ યોગાસન પ્રેક્ટીકલ તરફ બીજી પ્રવૃત્તિ
માં જોડાણા.
પ્રવૃત્તિ 2
સવારે સાત
વાગ્યે અમારી શાળામાં યોગ દિવસ ને સાર્થક કરવા માટે સૌ શાળા સ્ટાફ, મામલતદાર કચેરી, વિદ્યાર્થીઓ જોડાઈને અમારા માર્ગદર્શક
ટ્રેઈનર વસોયા સાહેબના આદેશ પ્રમાણે અમે શરીરને લગતી સુક્ષ્મ ક્રિયાઓ, આસનો,
પ્રાણાયામ, ધ્યાન પ્રાર્થનામાં જોડાઈને બધીજ પ્રવૃત્તિ કરી બધા લોકો આની સાથે
જોડાઈ તન-મન-ધન થી પ્રસન્નતા ની લાગણી અનુભવી જેમકે શરીર માધ્યમ ખલુ ધર્મસાધનમ
કહેવત પ્રમાણે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. એવા ઉદેશને સાચેજ પર કરતા
આનંદિત થઇ અમો સહુ પ્રાર્થના દ્વારા છુટા પડેલ.
ઉપસંહાર :-
યોગ એ જીવન
જીવવાની સાચી દિશા અને સમગ્ર માનવજાતને વિશ્વસ્તરની માનવતાનાં ગુણ ખીલે તેવા
પ્રયત્નોથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના હેતુસર જ્ઞાન-ગમ્મત સાથે કદમ
મિલાવી એજ ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ પૂર્ણ થશે એવા વિચાર સાથે વિશ્વ, સમાજ,
રાષ્ટ્રને સાથ સહકાર આપી વિચારિક ક્રાંતિમાં પરિવર્તન ની સાથે માનવ મૂલ્યનો વિકાસ
થાય એવી ભાવના સાથે પૂર્ણતા પ્રાપ્ત કરીશું બસ એજ.