“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત - Hand Writing Competition
Hand Writing Competition
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય માં આજ રોજ તા. 25/11/2021 –ગુરૂવાર ના રોજ સવાર ની પ્રાર્થના સભા માં શાળા ના આચાર્યા બહેન શ્રી અમીપરા પાર્વતીબેન દ્વારા વિદ્યાર્થી જીવન માં સારા લેખન નું મહત્વ સમજાવેલું તેમજ તેનું યોગ્ય માર્ગદર્શન ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ ને સમજાવ્યું હતું. શાળા ના English વિષય ભણાવતા શિક્ષકો પ્રજ્ઞાબેન પ્રાગડા, જયદીપભાઈ નિમાવત અને ક્રિષ્નાબેન મકવાણાએ ધોરણ 9 માં Hand Writing સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં શાળાના કુલ ૧૫૩ વિદ્યાર્થીની બહેનોએ જોશ અને જુસ્સાભર ભાગ લીધેલ.
જેમાં ધોરણ 9 ના પાંચ વર્ગદીઠ પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીને શાળા તરફથી સર્ટીફીકેટ એનાયત કરી તેઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં દરેક વર્ગ માંથી પ્રથમ ક્રમાંકે નીચે મુજબ ના વિદ્યાર્થીઓ આવેલ.
9A ગોન્ડલીયા દૃષ્ટિ દિનેશભાઈ
9B દોંગા આયુષી મહેશભાઈ
9C મેનપરા મિરલ સુરેશભાઈ
9D પાનસુરીયા મિરલ દીપકભાઈ
9E ચોવટીયા એનીશા મુકેશભાઈ
આ કાર્યક્રમ અન્વયે શાળા પરિવાર તમામ ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓને તેમજ વિજેતા થનાર બહેનોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
No comments:
Post a Comment