June 30, 2022

વિશ્વ યોગ દિવસ - અમારી શાળા માં તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી

 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની તાલુકા કક્ષાની ઉજવણી



પ્રસ્તાવના

       21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી માટેનો અભિગમ રાષ્ટ્રીય તેમજ વિશ્વ સ્તરે યોગ માધ્યમથી માનવતાના ગુણને ખીલવીને પરમ ચેતના સાથેના જોડાણના ભાવથી વિશ્વસ્તરે ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીના વિચારને એક વિશ્વસ્તરે પ્રગટ કર્તા અને લોકોના તન મન આરોગ્ય-સુખ-સમૃધ્ધી દ્વારા વિશ્વના ફલક પર એક માનવતાનો ગુણ સ્થાપિત કરી અને બંધુતાની ભાવના સાથે વસુદેવ કુટુમ્બકમ કહેવત સુવિચારને સાર્થક કર્તા વિશ્વ એક પરિવાર સાથે જોડાઈને યોગ પ્રવૃત્તિના વિકાસ સાથે એક તંદુરસ્ત સુખમય આનંદિત વિશ્વને નજર અંદાજ સાથેનું જોડાણના અભિગમથી યોગને પ્રાધાન્ય આપવું એજ આજના દિવસની સાર્થકતા ગણાય .



આયોજન 21 જુન

       અમારી શાળા શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં એકવીસમી જુન યોગ દિવસની તૈયારી માટે શાળાનાં ગ્રાઉન્ડ ની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

       જેમાં તાલુકા કક્ષાનો કાલાવડ- મામલતદાર કચેરીના સહયોગથી તે પણ જોડાઈને શાળામાં ગ્રાઉન્ડ ની અંદર પોલીસ સ્ટાફ તેમજ વિવિધ કચેરીના કર્મચારીઓ તથા અમારી શાળાનાં ટ્રસ્ટીશ્રી તેમજ વાલીશ્રી તથા સ્ટાફગણનાં સહયોગ થી એક કડી મારફત જોડાણ થઈને આ કાર્યક્રમ દીપી ઉઠે તે હેતુથી સાઉન્ડ-બેનર-પાણી-નાસ્તો-એલ.ઈ.ડી. સ્ક્રીન તેમજ સ્ટ્રેઈઝ ની પુરતી વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવી હતી.

પ્રવૃત્તિ 1

21 મી જુન સવારે 6 વાગ્યે શાળાનાં આચાર્યશ્રી તથા ટ્રસ્ટીગણ, સ્ટાફગણ,વિદ્યાર્થીની બહેનો તથા  મામલતદાર કચેરી કાલાવડ, પોલીસ કર્મચારીઓ તથા DDO સાહેબની ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત ફૂલહાર તેમજ શબ્દોથી કરવામાં આવ્યું.





       ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીશ્રીનો વંદે ગુજરાત ચેનલ પર માનવતા દિવસ તરીકે પ્રવચન સાંભળી અને તેમનો હેતુ અને તેમાં યોગ કઈ રીતે માનવ સમાજને ઉપયોગી બને તેવા હેતુસર બધાજે કાર્યક્રમ નિહાળીને ત્યારબાદ યોગાસન પ્રેક્ટીકલ તરફ બીજી પ્રવૃત્તિ માં જોડાણા.



પ્રવૃત્તિ 2

       સવારે સાત વાગ્યે અમારી શાળામાં યોગ દિવસ ને સાર્થક કરવા માટે સૌ શાળા સ્ટાફ, મામલતદાર  કચેરી, વિદ્યાર્થીઓ જોડાઈને અમારા માર્ગદર્શક ટ્રેઈનર વસોયા સાહેબના આદેશ પ્રમાણે અમે શરીરને લગતી સુક્ષ્મ ક્રિયાઓ, આસનો, પ્રાણાયામ, ધ્યાન પ્રાર્થનામાં જોડાઈને બધીજ પ્રવૃત્તિ કરી બધા લોકો આની સાથે જોડાઈ તન-મન-ધન થી પ્રસન્નતા ની લાગણી અનુભવી જેમકે શરીર માધ્યમ ખલુ ધર્મસાધનમ કહેવત પ્રમાણે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. એવા ઉદેશને સાચેજ પર કરતા આનંદિત થઇ અમો સહુ પ્રાર્થના દ્વારા છુટા પડેલ.



ઉપસંહાર :-

       યોગ એ જીવન જીવવાની સાચી દિશા અને સમગ્ર માનવજાતને વિશ્વસ્તરની માનવતાનાં ગુણ ખીલે તેવા પ્રયત્નોથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના હેતુસર જ્ઞાન-ગમ્મત સાથે કદમ મિલાવી એજ ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ પૂર્ણ થશે એવા વિચાર સાથે વિશ્વ, સમાજ, રાષ્ટ્રને સાથ સહકાર આપી વિચારિક ક્રાંતિમાં પરિવર્તન ની સાથે માનવ મૂલ્યનો વિકાસ થાય એવી ભાવના સાથે પૂર્ણતા પ્રાપ્ત કરીશું બસ એજ.



June 18, 2022

શ્રી હિરપરા કન્યા વિદ્યાલય નું ધોરણ 12 સાયન્સ નું ઉજ્જવળ પરિણામ

 ધોરણ  ૧૨ સાયન્સ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ને શ્રી હિરપરા કન્યા વિદ્યાલયે ખુબજ સારું એવું ૮૬.૨૬ % જેટલું પરિણામ મેળવ્યું છે. જેમાં 

૧) સાવલિયા નિધિ કમલેશભાઈ -  ૯૭.૧૨ પી.આર.

૨) વસોયા દિશા જેન્તીભાઈ - ૯૬.૯૨ પી.આર.

૩) પાનસુરીયા મનાલી ભરતભાઈ - ૮૮.૦૪ પી. આર.

પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

 

ખેલમહાકુંભ ૨૦૨૨ - ફેન્સીંગ સ્પર્ધા માં વિજેતાઓ બનતી હીરપરા કન્યા વિદ્યાલય ના વિદ્યાર્થિનીઓ

 ખેલમહાકુંભ ૨૦૨૨ માં શાળાની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ છે .

બ્રોન્ઝ મેડલ કપુરિયા હેત્વી (Epee) 

બ્રોન્ઝ મેડલ દેત્રોજા કૃતિ  (sebar)

સિલ્વર મેડલ પંડ્યા ધાર્મી(foil)





 

રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં શાળાની dllss ટીમ વિજેતા થઇ

 



ડો. ભરતભાઈ બોઘરા ની આપણા સંકુલ ની શુભેચ્છા મુકાલાત

 






યોગાસન માં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ મેળવતા હિરપરા સ્કુલ ના વિદ્યાર્થીઓ

    કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત હિરપરા કન્યા વિદ્યાલય તથા કન્યા પ્રા. શાળા, કાલાવડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલય ના છાત્રોએ યોગાસનમાં નેસનલ કક્ષાએ સફળતા મેળવી છે.

    યોગા ફીઝીકલ ફેડરેસન ઓફ ઇન્ડિયા હરિયાણા આયોજિત સિલ્વર જુબિલી ઓલ ઇન્ડિયા યોગાસન સ્પોર્ટસ ચેમ્પીયનશીપ ૨૦૨૨ માં પશ્ચિમ બંગાળ માં તા. ૨૬ મેં ૨૦૨૨ થી ૨૮ મેં ૨૦૨૨ કોલાઘાટ મુકામે યોગાસન સ્પર્ધાનું આયોજન થયેલ હોય જેમાં હિરપરા કન્યા વિદ્યાલય ની ૬ વિદ્યાર્થીની બહેનો પાદરીયા પૂર્વા, હિરપરા પ્રીન્સી, સાવલીયા દિપાલી, કપુરિયા પૂર્વી, ડોબરિયા ખુશી, દોંગા મયન્કીએ ભાગ લીધેલ જેમાં યોગા ફીઝીકલ ફેડરેસન ઓફ ગુજરાત ના માર્ગદર્શક કેયુરભાઈ ગાબાણી તથા ચિરાગભાઈ સાવલિયા દ્વારા નેતૃત્વ પૂરું પાડવામાં આવેલ જેમાં દોંગા મયન્કીબેન મુકેશભાઈ નેશનલ કક્ષાએ ૫મા નંબરની રેન્ક પર રહી શૈક્ષણિક સંકુલ ના દાતાશ્રીઓનું તથા ટ્રસ્ટીશ્રીઓનું તથા સમાજનું ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી.

હિરપરા કન્યા વિદ્યાલય ધોરણ 10 નું અદભૂત પરિણામ , A 1 ગ્રેડ મેળવતા 8 વિદ્યાર્થીઓ

 


ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું જ્વલંત પરિણામ મેળવતી હિરપરા સ્કુલ



જામનગર હવેલીના રસેશ્વર બાવા આપણા સંકુલ ની મુલાકાતે