June 29, 2020

Online teaching of our school

The Show Must Go On

       English માં એક કહાવત છે કે The show must go on અર્થાત જે કાર્ય જે રીતે થતું હોય તેવી રીતે જ કોઈ પણ પરિસ્થિતિ કરવાનું જ છે. અને આ કહાવત 100 પ્રતિશત સાચી પડે છે અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ, મેનેજમેન્ટ ટિમ, તેમજ શાળાના સ્ટાફ માટે. અત્યારે આપનો દેશ કોરોના કાળ માંથી પસાર થયી રહ્યો છે અને આવી વિકટ પરિસ્થિતિમાં આપના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ની દિર્ઘ દ્રષ્ટિ આવા મુશ્કેલીના સમયને અવસર માં બદલવાનું કહે છે. તો તેઓશ્રીના આવા સોનેરી વિચારને કાર્ય માં બદલવા માટે અમારી શાળાએ તા ૧૫-૦૬-૨૦૨૦ થી શાળા મેનેજમેન્ટ ના સહયોગ થી શાળા ના વર્ગ માં અત્યાનુધિક  studio ઉભો કરેલ છે. અને નિયમિત પણે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વર્ગો ના તમામ વિષયોના શિક્ષકો તેઓના વિષયોના Video Lectures રેકોર્ડ કરવામાં આવે છે અને આ Lectures ને શાળા ની youtube channel https://www.youtube.com/channel/UCoXlwHOH5vlRId0f3NzOiHg ઉપર નિયમિત પણે upload કરવામાં આવે છે. આજ ની  તારીખ સુધીમાં અમારી શાળા દ્વારા કુલ ૮૨ video lectures upload કરવામાં આવેલ છે.





             ફક્ત video lectures જ નહિ પરંતુ નવા admission ની પ્રક્રિયા, fee payment, result આપવા , L.C. આપવા, નવા હાજરી પત્રકો બનાવવા , G.R. માં નવા વિદ્યાર્થીઓનું નામ દાખલ કરવું  વગેરે administrative કાર્યો પણ social distancing રાખી, mask પહેરી તેમજ  hand sanitizer નો ઉપયોગ કરીને  સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.



H.S.C/S.S.C. બોર્ડ માં હીરપરા કન્યા વિદ્યાલય નું ઉજ્જવલ પરિણામ


               કાલાવડ તાલુકા લેવુઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય માર્ચ ૨૦૨૦ નું શાળાના બોર્ડમાં ગૌરવવંતુ પરિણામ આવેલ છે.
               ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા જહેલ થયેલા બોર્ડના પરિણામમાં શાળાનું ગૌરવવંતુ પરિણામ ધો૧૦ અને ધો ૧૨નુ આર્ટસ, કોમર્સ, સાયન્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં ધો ૧૦મ પ્રથમ: તાળા ધારા પી.- ૯૯.૨૦ પીઆર, દ્વિતીય: રાંક વાશ્વી બી. - ૯૮.૮૦ પીઆર, તૃતીય: સોજીત્રા મિશ્વા એચ.- ૯૮.૪૯ પીઆર, ધો. ૧૨ ( સાયન્સ) પ્રથમ: કાછડીયા ધ્રુવીશા વી.- ૯૦.૬૧ પીઆર, દ્વિતીય: અકબરી મોનિકા એમ.- ૮૮.૨૫ પીઆર, તૃતીય: સખીયા એકતા એમ.- ૮૬.૪૮ પીઆર, ધો ૧૨ (કોમર્સ) પ્રથમ: કમાણી પ્રિય વી.- ૯૯.૭૦ પીઆર, દ્વિતીય: તાળા જીનલ એચ.- ૯૯.60 પીઆર, તૃતીય: મુંજપરા ભાર્ગવી એન.- ૯૯.૪૧ પીઆર. ધો ૧૨ (આર્ટસ) પ્રથમ: વાગડિયા પ્રિય એલ.- ૯૭.૬૭ પીઆર, દ્વિતીય: વસોયા પૃથ્વી આર.- ૯૭.૩૧ પીઆર, તૃતીય: વસોયા હેમંસી કે- ૯૫.૦૦ પીઆર મેળવેલ છે.

              ઉપરોક્ત ધો ૧૨ ના પરિણામ માં ૯૦ પીઆર ઉપર ૪૮ વિદ્યાર્થીનીઓ, ૮૦ પીઆર ઉપર ૩૬ વિદ્યાર્થીનીઓ, ૭૦ પીઆર ઉપર ૩૦ વિદ્યાર્થીનીઓ,60 પીઆર ઉપર ૨૦ વિદ્યાર્થીનીઓ આવેલ હોય તથા ધો ૧૦ માં ૯૦ પીઆર ઉપર ૩૧ વિદ્યાર્થીનીઓ, ૮૦ પીઆર ઉપર ૩૯ વિદ્યાર્થીનીઓ, ૭૦ પીઆર ઉપર ૪૧ વિદ્યાર્થીનીઓ, 60 પીઆર ઉપર ૩૩ વિદ્યાર્થીનીઓ આવેલ છે

             સમગ્ર શાળાના ઉત્તમ પરિણામથી દાતાઓ, ટ્રસ્ટીઓનું તથા શાળા પરિવારનું ગૌરવ વધેલ હોય છાત્રોને શુભેચ્છા અપાઈ છે.

June 26, 2020

DLSSની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

રમતગમત મા પણ અવ્વલ અને ભણવામાં પણ અદભુત સફળતા 


             https://f6check.rediff.com/bn/downloadajax.cgi/Screenshot_20200626-092858.png?login=jaydeep_nimavat&session_id=6L30PK1KOKUfaDZHcFCgABZC6aloo3P0&formname=download&folder=Inbox&file_name=1593144007.S.1137479.28476.H.WUpheWRlZXAgTmltYXZhdABTY3JlZW5zaG90ICgyNi1KdW4tMjAyMCA5OjI4OjU4IEFNKQ__.RU.rfs343,rfs343,318,496.f4-234-225.old&filetype=image/png&els=f13a00479628256f8dbc5155dd742c14        

                        શાળા મા અભ્યાસ કરતી તેમજ DLSS માંથી એડમિસન મેળવેલ એચ.એસ.સી. ની વિદ્યાર્થીની ચિખલીયા પ્રિયાબહેને ફેન્સીંગ રમતમાં સ્ટેટ લેવલ-2 એસોસીએસન સ્ટેટ લેવલ-1 મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે તથા માર્ચ 2020 ની બોર્ડ ની પરીક્ષામાં કોમર્સ વિભામા ૯૫.૫૮ P.R. મેળવ્યા છે. દરરોજની સ્પોર્ટ્સની 4 કલાકની ધનીષ્ટ તાલીમ હોવા છતાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે ખરેખર પ્રશંશનીય છે. તથા ગઢિયા શ્રુતિ તેમજ પાનસુરીયા મનાલીએ ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરી વિજ્ઞાન પ્રવાહમાં એડમિસન મેળવેલ છે. જેના બદલ શાળાના સર્વે દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા આચાર્યશ્રી તથા શૈક્ષણિક સંકુલના સ્ટાફગણ અને વિદ્યાર્થીની બહેનો વતી અભિનંદન પાઠવવામાં આવે છે.