શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય માં ખોડલ ધામ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ 21 મી જાન્યુઆરી 2022 ના રોજ ખોડલધામ ખાતે યોજવાના પંચવર્ષીય પાટોત્સવ ઉપક્રમે આમંત્રણ આપવા પધારેલ. જે સંદર્ભે શાળા ના ટ્રસ્ટીશ્રીઓ, લેઉવા પટેલ સમાજ ના અગ્રણીઓ, સ્ટાફ તેમજ વિદ્યાર્થીની બહેનોએ શ્રી નરેશભાઈ પટેલને ભાવ સાથે આવકાર્યા.
કાલાવડ ખાતે પધારેલ ખોડલ ધામ ટ્રસ્ટ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ નું હાર્દિક સ્વાગત શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ સહીત કાલાવડ તાલુકાએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
શાળાના પ્રવેશદ્વારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળી કરી ત્યાં શ્રી નરેશભાઈ પટેલ ના હાથે કુંડી પ્રજ્વલ્લિત કરી શાળા માં આવકાર્યા. શ્રી હિરપરા શૈક્ષણિક સંકુલ ના આંગણે શ્રી ખોડલ ધામ મુખ્ય સમિતિ દ્વારા પાઘડી અને હર, હીરપરા શૈક્ષણિક સંકુલ દ્વારા સરદાર પટેલ ની પ્રતિમા તથા કાલાવડ તાલુકા શહેર ના જુદા જુદા સંગઠનો દ્વારા મોમેનટો, શાલ અને પુષ્પાહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું તથા નરેશભાઈ પટેલને ઉપનામ 'સંગઠન ના સારથી નરેશભાઈ પટેલ' નામથી નવાજવામાં આવ્યા.
કાર્યક્રમ ને સફળ બનાવવા હિરપરા શૈક્ષણિક સંકુલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ તથા ખોડલ ધામ મુખ્ય સમિતિ તથા ખોડલ ધામ ગ્રામ્ય ઝોન તથા સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ તથા વિવિધ સંગઠનો દ્વારા કાર્યક્રમ માં સાથ સહકાર મળ્યો. સંગઠન ના સારથી નરેશભાઈ પટેલ દ્વારા આપાયેલ પંચવર્ષીય પાટોત્સવ નું આમંત્રણ સ્વીકારી તા.21 ના દિવસે કાગવડ ના પાટોત્સવ માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનો કોલ આપવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment