પોષણ માસ અભિયાન -૨૦૨૧
અમારી શાળા શ્રી બી. બી . & પી. બી. હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ માં સરકાર શ્રી ના પરિપત્ર અનુસાર અને આચાર્યા શ્રી પાર્વતીબેન અમીપરા ના માર્ગદર્શન હેઠળ સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ સપ્ટેમ્બર -૨૦૨૧ તરીકે ઉજવણી કરવામાં આવેલ. આ માસ દરમિયાન પ્રાર્થનાસભામાં કુપોષણ દુર કરવાના ઉપાયો તથા પોષણ અંગે જાગૃતિ લાવવા માટે આચાર્યા બહેન શ્રી પાર્વતીબેન તથા શિક્ષિકા શ્રી વિમલબેન દ્વારા માહિતી આપવામાં આવી .
સપ્ટેમ્બર માસ દરમિયાન પોષણ અંગે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીની બહેનોમાં નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,તથાશ્લોગન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૧૧ ની કુલ ૩૮ વિદ્યાર્થીની બહેનો એ ભાગ લીધેલ. આ ઉપરાંત ‘સ્વયમ પ્રભા’ ચેનલ માં વિદ્યાર્થીની બહેનો અને શિક્ષકો એ પોષણ અંગેના કાર્યક્રમો પણ નિહાળેલ .
સપ્ટેમ્બર માસના છેલ્લા દિવસે પ્રાર્થનાસભામાં ભાગ લીધેલ વિદ્યાર્થીની બહેનોમાંથી પ્રથમ ત્રણ નંબર જાહેર કરી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તદુપરાંત ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવવામાં આવ્યા .
· નિબંધ સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોના નામ
|
૧ |
બુશા હેત્વી બીપીનભાઈ |
|
૨ |
પાનસુરીયા નેન્સી હિતેશભાઈ |
|
૩ |
મોલીયા ઈશા બ્રિજેશભાઈ |
· શ્લોગન સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોના નામ
|
૧ |
અકબરી તન્વી સુરેશભાઈ |
|
૨ |
ડાંગરિયા પ્રીન્સી નાથાભાઈ |
|
૩ |
વસોયા દ્રષ્ટિ મુકેશભાઈ |
|
૩ |
કપુરિયા પૂર્વી જીતેન્દ્રભાઈ |
· ચિત્ર સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનો ના નામ
|
૧ |
કોટડીયા રેન્સી પરેશભાઈ |
|
૨ |
ફળદુ ક્રિષા અશ્વિનભાઈ |
|
૩ |
ગલાણી જાનવી મહેશભાઈ |