January 12, 2022

જીલ્લા કક્ષા ના પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી નિમિતે જામનગર જીલ્લા ના DEO શ્રી ડોડીયા સાહેબ ની અમારી શાળા માં મીટીંગ

શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં આજ રોજ જામનગર જીલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ. ડોડીયા સાહેબે અમારી શાળા માં 26 મી જાન્યુઆરી 2022 પ્રજાસતાક દિવસ ની જીલ્લા કક્ષાની ઉજવણી કાલાવડ માં થવાની હોવાથી તે નિમિતે શાળા માં કાલાવડ તાલુકા ની શાળાઓના આચાર્યો તેમજ શિક્ષકો સાથે મીટીંગ કરેલ અને શાળા ની મુલાકાત કરેલ જેની કેટલીક તસ્વીરો નીચે દ્રશ્યમાન થાય છે.



 શાળા નું વાતાવરણ  તેમજ શાળામાં ચાલતી શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક પ્રવૃતિઓ વિશેની  માહિતી મેળવી ને  ખુબજ પ્રભાવિત થયેલ.

અમારી શાળા માં ખોડલધામ ચેરમેન તેમજ 'સંગઠન ના સારથી'શ્રી નરેશભાઈ પટેલ ની મુલાકાત

 શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય માં ખોડલ ધામ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ 21 મી જાન્યુઆરી 2022 ના રોજ  ખોડલધામ ખાતે યોજવાના પંચવર્ષીય પાટોત્સવ ઉપક્રમે આમંત્રણ આપવા પધારેલ. જે સંદર્ભે શાળા ના ટ્રસ્ટીશ્રીઓ, લેઉવા પટેલ સમાજ ના અગ્રણીઓ, સ્ટાફ તેમજ વિદ્યાર્થીની બહેનોએ શ્રી નરેશભાઈ પટેલને ભાવ સાથે આવકાર્યા.


કાલાવડ ખાતે પધારેલ ખોડલ ધામ ટ્રસ્ટ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ નું હાર્દિક સ્વાગત શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ સહીત કાલાવડ તાલુકાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. 


શાળાના પ્રવેશદ્વારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રંગોળી કરી ત્યાં શ્રી નરેશભાઈ પટેલ ના હાથે કુંડી પ્રજ્વલ્લિત કરી શાળા માં આવકાર્યા. શ્રી હિરપરા શૈક્ષણિક સંકુલ ના આંગણે શ્રી ખોડલ ધામ મુખ્ય સમિતિ દ્વારા પાઘડી અને હર, હીરપરા શૈક્ષણિક સંકુલ દ્વારા સરદાર પટેલ ની પ્રતિમા તથા કાલાવડ તાલુકા શહેર ના જુદા જુદા સંગઠનો દ્વારા મોમેનટો, શાલ અને પુષ્પાહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું તથા નરેશભાઈ પટેલને ઉપનામ 'સંગઠન ના સારથી નરેશભાઈ પટેલ' નામથી નવાજવામાં આવ્યા.

 


કાર્યક્રમ ને સફળ બનાવવા હિરપરા શૈક્ષણિક સંકુલ સર્વે ટ્રસ્ટીશ્રીઓ તથા ખોડલ ધામ મુખ્ય સમિતિ તથા ખોડલ ધામ ગ્રામ્ય ઝોન તથા સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ તથા વિવિધ સંગઠનો દ્વારા કાર્યક્રમ માં સાથ સહકાર મળ્યો. સંગઠન ના સારથી નરેશભાઈ પટેલ દ્વારા આપાયેલ પંચવર્ષીય પાટોત્સવ નું આમંત્રણ સ્વીકારી તા.21 ના દિવસે કાગવડ ના પાટોત્સવ માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનો કોલ આપવામાં આવ્યો હતો.












January 01, 2022

નિબંધ તથા મહેંદી સ્પર્ધા

 

શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ

આઝાદી કા અમૃત મહોત્સવ

નિબંધ તથા મહેંદી સ્પર્ધા.

        અમારી શાળા શ્રી બી.બી & પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય માં તા. 10/12/2021 ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિબંધ લેખન તેમજ મહેંદી સ્પર્ધા યોજાયેલ. શાળાના આચાર્ય શ્રી અમીપરા પાર્વતીબેનના માર્ગદર્શન મુજબ નિબંધ સ્પર્ધાનું સંચાલન શાળાના ગુજરાતી વિષયની શિક્ષિકા બહેન નિશાબેન વઢવાણાએ કરેલ. જેમાં ધોરણ 10 ની કુલ 24 બહેનોએ ભાગ લીધેલ. તેમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર બહેનો:

1) જેસડીયા વિશ્વા કિશોરભાઈ           10A

2) મારવિયા જેન્સી રાજેશભાઈ          10A

2) ડાંગરિયા ખુશી શૈલેષભાઈ           10A

3) અકબરી ધર્મી કેતનભાઈ             10A

૩) હરસોડા માનસી રાજેશભાઈ          10A

શાળા પરિવાર તરફ થી તમામ વિદ્યાર્થી બહેનોને ખુબ ખુબ અભિનંદન