October 01, 2021

મેલેરીયા નિર્મુલન કાર્યક્રમ

    તા. 14/09/2021 ને મંગળવારે અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય-કાલાવડ મુકામે મેલેરીયા નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રીની સુચના મુજબ શાળામાં વાહકજન્ય રોગો તેને ફેલાવવા માટેના પરિબળો, રોગ ફેલાવતા મચ્છરોના ઉત્પતિ સ્થાનો અને તેના નિકાલ માટેના ઉપાયો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે માટે અમારી શાળામાં ત્રિવિધ સ્પર્ધાઓ જેવીકે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજેલ હતી, જેમાં ચિત્ર સ્પર્ધા માં 12 વિદ્યાર્થીનીઓ, વકતૃત્વ સ્પર્ધામાં 7 તેમજ નિબંધ સ્પર્ધામાં 4 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો.

    જેમાંથી નંબર મેળવેલ વિદ્યાર્થીનીઓને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા શાળાના ટ્રસ્ટી શ્રીઓ, આચાર્યા બહેન તથા સ્તાફ્ગન દ્વારા બિરદાવવામાં આવ્યા હાથા. જેમાં દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ સ્પર્ધકો ના નામ નીચે મુજબ છે.

વકતૃત્વ સ્પર્ધા:-

1) દેવડા મહેક કમલેશભાઈ

2) ચાંગાણી મનસ્વી મહેશભાઈ 

2) ટીમબડિયા શિવાંગી ભરતભાઈ

3) ગાળાની યશ્વી પરેશભાઈ

ચિત્ર સ્પર્ધા

1) કોટડીયા કેશવી પરેશભાઈ 

2) જેસડીયા શીવાંશી લલીતભાઈ

3) સખીયા ખુશ્બુ પ્રફુલ્લભાઈ

નિબંધ સ્પર્ધા

1) તારપરા ગુંજન રોહિતભાઈ

2) રાંક પ્રીન્સી દિનેશભાઈ

3) ચાંગાણી યશ્વી જયંતીભાઈ 

4) જેસડીયા શીવાંશી લલીતભાઈ




No comments:

Post a Comment