September 18, 2021

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી

    શ્રી લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ દ્વારા તા. 17/09/2021 ના રોજ ભારત ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ૭૧ મો જન્મદિવસ તેમજ તેઓએ આજ રોજ પોતાની રાજકીય કારકિર્દી ના 20 વર્ષો પણ પુરા કરેલ જે સંદર્ભે શાળાના આપણા દેશના પ્રધાન મંત્રી ના જન્મદિવસ નિમિતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા શાળાના પ્રાટયાંગણ માં આપણા દેશની સુંદર રંગોળી બનાવવામાં આવેલ હતી.


 





17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી નો જન્મદિવસ.સમગ્ર દેશ લોકલાડીલા પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવી રહ્યું છે. વિદેશના નેતાઓએ પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જયારે અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં તેઓના જન્મદિવસ ની ઉજવણી આમંત્રિત મહેમાનો,વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ સ્ટાફ દ્વારા જોશ ભર કરવામાં આવી હતી.


 




 

 

 

 

 

સમગ્ર કાર્યક્રમ ના મુખ્ય અતિથી ગણ માં કેબીનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આર.સી. ફળદુ સાહેબ પૂર્વ કૃષિ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય તથા શિક્ષણવિદ તેમજ સમાજસેવક - ભાનુભાઈ પટેલ, જામનગર જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, જામનગર ના જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી મનોજભાઈ જાની તેમજ સંસ્થાના મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી વેલજીભાઈ સભ્ય, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ કપુરિયા, ગાંડુભાઈ ડાંગરિયા, વશરામભાઈ વેકરીયા, કાલાવડ એ.પી.એમ.સી. ના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, કશ્યપભાઈ વૈષ્ણવ, સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એમ.પી. ડાંગરિયા, મેઘજીભાઈ ચાવડા, હસુભાઈ વોરા, જામનગર આરોગ્ય સમિતિ ના ચેરમેનશ્રી જગદીશભાઈ સાંગાણી, કાલાવડ નગરપાલિકા ના પ્રમુખ શ્રી અજમલભાઈ ગઢવી, વલ્લભભાઈ વાગડિયા, પરસોત્તમભાઈ ફળદુ, કાંતિભાઈ ગઢિયા, રમેશભાઈ તાળા, છગનભાઈ સોરઠીયા, ભુમીતભાઈ ડોબરિયા તથા જીલ્લા તાલુકા ભાજપની ટીમ તથા સર્વ પત્રકારશ્રીઓ તથા સર્વે અધિકારીગણ તથા રંગોળીમાં 71 દીપ પ્રાગટ્ય કરી કેક કાપી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.


આ સમગ્ર કાર્યક્રમ માં આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા  વિદ્યાર્થીઓને સંબોધિત કરી તેઓના ભાષણ માં વિદ્યાર્થીનીઓને પ્રેરણાસભર વાતો કહી અને વિદ્યાર્થી જીવન માં કેવી રીતે સફળતાઓની સિદ્ધિઓ મેળવી શકે તેમજ શાળાના કેમ્પસ માં તાજેતર માં યોજાયેલ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંતર્ગત નિબંધ સ્પર્ધા તેમજ ડેન્ગ્યું, મલેરિયા વિષય ઉપર યોજાયેલ નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળા મેનેજમેન્ટ દ્વારા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ તેમજ આમંત્રિત મહેમાનો ના હસ્તે વિદ્યાર્થીઓનો જુસ્સો બમણો કરવા માટે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલા હતા.
 



 સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનો શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી આર.સી. ફળદુ સાહેબ અને શ્રી ભાનુભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધીને કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો કહીને તેઓ તેઓના વિદ્યાર્થીકાળ માં કેવી રીતે સફળતા ના શિખરો સર કરી શકે તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.


 



 


 

 

September 11, 2021

શિક્ષક દિવસ ની ભવ્ય ઉજવણી

 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. વિશ્વ ના સફળ નાગરિક બનવા થી લઇ ને એક સફળ જીવન જીવવા માટે નો રસ્તો બતાવે તે શિક્ષક . જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ ખાસ હોય છે, તે વ્યક્તિના જીવનમાં તે પૃષ્ઠભૂમિ સંગીત જેવા હોય છે, જેની હાજરી સ્ટેજ પર દેખાતી નથી, પરંતુ તેની હાજરી નાટકને જાણીતી બનાવે છે.  એ જ રીતે, શિક્ષકની પણ આપણા જીવનમાં ભૂમિકા છે.  તમે જીવનના કોઈપણ તબક્કે ક્યાં પણ હોવ, દરેકને શિક્ષકની જરૂર છે.  ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે.  તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા જે આ હોદ્દાઓ સંભાળતા પહેલા શિક્ષક હતા. ડો. રાધાક્રિશનન ના મત પ્રમાણે]

"teachers should be the best minds of our country"

    અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં શિક્ષક દિવસ નિમિતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ઉમંગભર આ દિવસ ની તૈયારી કરી ને ઉજવણી કરવામાં આવી. ધો 9 થી 12 માં અભ્યાસ કરતી કુલ 179 વિદ્યાર્થીનીઓએ શાળા ના બધાજ વર્ગોમાં સરસ તૈયારી કરી બધાજ વિષયોના કુલ 171 તાસ લીધા. શાળા મેનેજમેન્ટ દ્વારા આ દિવસ ની ઉજવણી માટે પૂરો સહયોગ પૂરો પડેલ .