October 11, 2021

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ.

 

૭૩ માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી મુક્ત કરવા 2 ઓક્ટોબર 2019 ના રોજ દેશ વ્યાપી અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનને વેગવંતુ બનાવી રાખવામાં શાળાઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓની ભાગીદારી અને સક્રિયતા ખૂબ અગત્યની હોય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને તેનાથી થતા નુકસાન અને તેને ટાળવા માટેના ઉપાયો વગેરે વિષયો પર નિબંધ સ્પર્ધા તેમજ અન્ય કાર્યક્રમો શ્રી બી. બી. એન્ડ પી. બી. હિરપરા કન્યા વિદ્યાલય-  કાલાવડમાં તારીખ 11મી ઓક્ટોબર 2021 ના રોજ અલગ-અલગ સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી. જેની યાદી નીચે મુજબ છે.

(1) નિબંધ સ્પર્ધા

(2) ચિત્ર સ્પર્ધા

(3) પ્રોજેક્ટ કાર્ય

                 આ સ્પર્ધા અંતર્ગત શાળાની ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો. આમ ઉપરોક્ત સ્પર્ધામાં કુલ મળીને 43 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને સ્પર્ધાના અંતે શાળાના શિક્ષકો દ્વારા સ્પર્ધાનું મૂલ્યાંકન કાર્ય કરી અને સ્પર્ધાના અંતે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવેલ હતા

 

(A) નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓની યાદી

૧. મોલીયા ઈશા બ્રિજેશભાઈ

૨. ડાંગરિયા પ્રીન્સી નાથાભાઈ

૩. વોરા રાજવી રમેશભાઈ

(B) ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓની યાદી

૧. ફળદુ ક્રિષા અરવિંદભાઈ

૨. નસીત ખુશ્બુ ગીરીશભાઈ

૩. તારપરા હરિતા કિશોરભાઈ

૩. કોટડીયા રેન્સી પરેશભાઈ

                               સ્પર્ધાનું મૂલ્યાંકન કાર્ય કરનાર શિક્ષકશ્રીઓ તારપરા સંગીતાબેન, કથીરીયા નિલેશભાઈ, મકવાણા સોમાલીબેન, નિમાવત જયદીપભાઇ, ગોહેલ મનીષભાઈ વગેરે દ્વારા નિબંધ સ્પર્ધાનું મૂલ્યાંકન કાર્ય કરેલ હતું. સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષક એમ.બી કગથરા દ્વારા કરવામાં આવેલ હતું. અને ઉપરોક્ત સ્પર્ધાને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી પાર્વતીબેન અમીપરા તથા સમગ્ર શાળા સ્ટાફ પરિવારનો સહયોગ પ્રાપ્ત થયેલો હતો. અને સ્પર્ધા પૂર્ણ થયા બાદ શાળાના આચાર્યશ્રી પાર્વતીબેન અમીપરા દ્વારા સમગ્ર સ્ટાફ તથા ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.

 

 

 






No comments:

Post a Comment