શાનદાર, જબરજસ્ત, ઝીન્દાબાદ!!!!!
બસ, આ કાર્યક્રમ ને આ ત્રણ શબ્દો માં જ વર્ણવી શકાય; શાનદાર, જબરજસ્ત, ઝીન્દાબાદ !!!. બધાને મંત્રમુગ્ધ કરીદે તેવો કાર્યક્રમ અમારી શાળા શ્રી બી.બી એન્ડ પી.બી હીરપરા માં તા. ૨૬/૦૯/૨૦૧૯ ના રોજ યોજાયો. કાર્યક્રમ ની શરૂઆત જ્યાં સુધી ન થઈ ત્યાં સુધી કોઈને પણ જાણ ના હતી કે આ કાર્યક્રમ શેના વિષે હશે. પરંતુ જેવીજ કાર્યક્રમ ની શરૂઆત થઈ તરતજ સર્વે મેહમાનો, આચાર્ય, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીની બહેનો નું ધ્યાન કાર્યક્રમ ના મુખ્ય પાત્ર તરફ કેન્દ્રિત થયી ગયું.
નૃત્ય એક સંસ્કૃત શબ્દ છે કે જેનો ઉપયોગ નાટ્ય માં થાય છે જેનો ઉલ્લેખ ભારત ના પૌરાણિક ગ્રંથ "નાટ્યશાસ્ત્ર" માં કરવામાં આવ્યો છે. નૃત્ય ના ઘણા બધા પ્રકારો છે જેવા કે તાંડવ, નાટ્ય, લાસ્ય, લાઘવ આ બધા નો ઉલ્લેખ ' તીલાક્માંન્જરી' નામના પુસ્તક માં કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ ના મુખ્ય અતિથી સત્રીય નૃત્ય ના ઉપાસક ડોક્ટર અન્વેષા મહંતા હતા. ડોક્ટર અન્વેષા ને રાષ્ટ્રીય અવોર્ડ જેવાકે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરષ્કાર ૨૦૧૩-૧૪ માં આપવામાં આવ્યો હતો.છેલ્લા ૨૫ વર્ષો થી સત્રીય સંગીત, નાટ્ય અને નૃત્ય ના તે ઉપાસક રહ્યા છે.
તેણીએ ભારત,મલેશિયા, થાયીલેન્ડ, હોંગ કોંગ, જાપાન અયાર્લેન્ડ, કેનેડા, અમેરિકા, શ્રીલંકા, ફ્રાંસ, ન્યુ ઝીલેન્ડ જેવા દેશોમાં તેણીએ પોતાના નૃત્ય નું પરફોર્મન્સ આપીને લોકો ના હૃદય જીતી લીધા હતા. અમારી શાળા માટે આ કાર્યક્રમ ને માણવો એક લહાવો હતો.
કાર્યક્રમ ની શરૂઆત સંસ્થા ના ટ્રસ્ટી ગણ, આચાર્યા બહેન તેમજ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન ડોક્ટર અન્વેષા દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. શાળા ના આચાર્યા બહેન શ્રી પાર્વતીબેન અમીપરાએ અન્વેષા બહેન નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
કાર્યક્રમ ની શરૂઆત અન્વેશાબહેને વિદ્યાર્થીઓને નૃત્ય વિશેની પ્રાથમિક માહિતી આપી ને કરી.
વિદ્યાર્થીઓને નૃત્ય વિશેની પ્રાથમિક માહિતી આપ્યા બાદ અન્વેષા બહેને સત્રીય નૃત્ય કરી બધાને આ નૃત્ય વિષે પરિચિત કર્યા. અને અલગ અલગ પ્રકાર ના ભાવને નૃત્ય દ્વારા કેવી રીતે દર્શાવી શકાય તેનું નિદર્શન વિદ્યાર્થીઓને આપ્યું. નૃત્ય ના આ સ્ટેપ્સ ને કરીને વિદ્યાર્થીની બહેનોએ પણ ખુબજ રસ પડ્યો
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના આચાર્યા બહેન શ્રી અમીપરા પાર્વતી બહેને કર્યું.