August 15, 2020

74 માં સ્વતંત્રતા દિવસ ની હિરપરા કન્યા વિદ્યાલય માં શાનદાર ઉજવણી

ભારત માતા તારી ગાથા
સહુથી ઊંચી તારી શાન

તારી આગળ શીશ નમાવીએ

આપીએ તને અમે બધા સન્માન
ભારત માતા ની જય

Happy Independence Day


            આજે દેશભર માં ઉજવાઈ રહ્યો છે ૭૪ મોં સ્વતંત્રતા દિવસ. કોરોના મહામારી ને કારણે આપણી શાળામાં  માં દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા આ ભવ્ય દિવસ ની ઉજવણી આ વખતે કોવીડ-૧૯ માટે સરકાર શ્રીએ આપવામાં આવેલી ગાઈડલાઈનસ ને અનુસરી ને ઉજવણી કરવામાં આવી. દર વર્ષે આપણી શાળામાં ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફ, શાળાની તમામ વિદ્યાર્થીનીઓ , વાલીઓ, શુભેચ્છકો, અતિથીઓ ની વચ્ચે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના વિશ્વ મહામારી ને કારણે અમારી શાળામાં ૧૫મી ઓગષ્ટ - સ્વતંત્ર દિવસ ની ઉજવણી સંસ્થા ના પ્રમુખશ્રી ગોપાલભાઈ અકબરી, ઉપપ્રમુખશ્રી મગનભાઈ શિયાણી, મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી શ્રી વેલજીભાઈ સભાયા તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ ; બાબુભાઈ કપુરિયા, વશરામભાઈ વેકરીયા, આંબાભાઈ પાંભર, તેમજ સામાજિક કાર્યકર સીપી ભાઈ, દિનેશભાઈ તથા શાળાના આચાર્યશ્રી તથા સંકુલના સર્વે સ્ટાફ ગણની ઉપસ્થિતિ માં કાર્યક્રમ દેશભક્તિ ની ભાવના તેમજ આપણા દેશની સરહદ પર રક્ષા કર્તા સૈનિકો તેમજ યુદ્ધમાં સહીદ થયેલ સૈનિકો ને શાબ્દિક શ્રદ્ધાંજલી આપીને યોજવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ માં સોશિયલ ડીસટન્સિંગ ના નિયમો નું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ.  

   કાર્યક્રમ ની શરૂઆત ભારત ના લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ ની પ્રતિમાને જય સરદાર ના નારા સાથે સુતર ની આંટી પેહરાવી ને સંસ્થા ના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ.

 

ત્યારબાદ સંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી અને તેને સલામી આપી આપણું રાષ્ટ્રગીત જન મન ગણ.... તેમજ ઝંડા ઉચા રહે..... નું ગાન કરવામાં આવ્યું.


 

ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી ગોપાલભાઈ અકબરીએ સ્વતંત્રતાદિવસ ઉપર પ્રેરક પ્રવચન આપેલ અને સંસ્થા સાથે જોડાયેલ તમામને સ્વતત્રતાદિવસની શુભેચ્છા પાઠવેલ.

 

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દોંગા સરે કરેલ અને આભારવિધિ શાળાના આચાર્યશ્રી પાર્વતીબહેને કરેલ.

સમગ્ર કાર્યક્રમ ની કેટલીક યાદગાર ક્ષણો





વંદે માતરમ 

ભારત માતાકી જય

June 29, 2020

Online teaching of our school

The Show Must Go On

       English માં એક કહાવત છે કે The show must go on અર્થાત જે કાર્ય જે રીતે થતું હોય તેવી રીતે જ કોઈ પણ પરિસ્થિતિ કરવાનું જ છે. અને આ કહાવત 100 પ્રતિશત સાચી પડે છે અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ, મેનેજમેન્ટ ટિમ, તેમજ શાળાના સ્ટાફ માટે. અત્યારે આપનો દેશ કોરોના કાળ માંથી પસાર થયી રહ્યો છે અને આવી વિકટ પરિસ્થિતિમાં આપના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ની દિર્ઘ દ્રષ્ટિ આવા મુશ્કેલીના સમયને અવસર માં બદલવાનું કહે છે. તો તેઓશ્રીના આવા સોનેરી વિચારને કાર્ય માં બદલવા માટે અમારી શાળાએ તા ૧૫-૦૬-૨૦૨૦ થી શાળા મેનેજમેન્ટ ના સહયોગ થી શાળા ના વર્ગ માં અત્યાનુધિક  studio ઉભો કરેલ છે. અને નિયમિત પણે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વર્ગો ના તમામ વિષયોના શિક્ષકો તેઓના વિષયોના Video Lectures રેકોર્ડ કરવામાં આવે છે અને આ Lectures ને શાળા ની youtube channel https://www.youtube.com/channel/UCoXlwHOH5vlRId0f3NzOiHg ઉપર નિયમિત પણે upload કરવામાં આવે છે. આજ ની  તારીખ સુધીમાં અમારી શાળા દ્વારા કુલ ૮૨ video lectures upload કરવામાં આવેલ છે.





             ફક્ત video lectures જ નહિ પરંતુ નવા admission ની પ્રક્રિયા, fee payment, result આપવા , L.C. આપવા, નવા હાજરી પત્રકો બનાવવા , G.R. માં નવા વિદ્યાર્થીઓનું નામ દાખલ કરવું  વગેરે administrative કાર્યો પણ social distancing રાખી, mask પહેરી તેમજ  hand sanitizer નો ઉપયોગ કરીને  સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.



H.S.C/S.S.C. બોર્ડ માં હીરપરા કન્યા વિદ્યાલય નું ઉજ્જવલ પરિણામ


               કાલાવડ તાલુકા લેવુઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય માર્ચ ૨૦૨૦ નું શાળાના બોર્ડમાં ગૌરવવંતુ પરિણામ આવેલ છે.
               ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા જહેલ થયેલા બોર્ડના પરિણામમાં શાળાનું ગૌરવવંતુ પરિણામ ધો૧૦ અને ધો ૧૨નુ આર્ટસ, કોમર્સ, સાયન્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં ધો ૧૦મ પ્રથમ: તાળા ધારા પી.- ૯૯.૨૦ પીઆર, દ્વિતીય: રાંક વાશ્વી બી. - ૯૮.૮૦ પીઆર, તૃતીય: સોજીત્રા મિશ્વા એચ.- ૯૮.૪૯ પીઆર, ધો. ૧૨ ( સાયન્સ) પ્રથમ: કાછડીયા ધ્રુવીશા વી.- ૯૦.૬૧ પીઆર, દ્વિતીય: અકબરી મોનિકા એમ.- ૮૮.૨૫ પીઆર, તૃતીય: સખીયા એકતા એમ.- ૮૬.૪૮ પીઆર, ધો ૧૨ (કોમર્સ) પ્રથમ: કમાણી પ્રિય વી.- ૯૯.૭૦ પીઆર, દ્વિતીય: તાળા જીનલ એચ.- ૯૯.60 પીઆર, તૃતીય: મુંજપરા ભાર્ગવી એન.- ૯૯.૪૧ પીઆર. ધો ૧૨ (આર્ટસ) પ્રથમ: વાગડિયા પ્રિય એલ.- ૯૭.૬૭ પીઆર, દ્વિતીય: વસોયા પૃથ્વી આર.- ૯૭.૩૧ પીઆર, તૃતીય: વસોયા હેમંસી કે- ૯૫.૦૦ પીઆર મેળવેલ છે.

              ઉપરોક્ત ધો ૧૨ ના પરિણામ માં ૯૦ પીઆર ઉપર ૪૮ વિદ્યાર્થીનીઓ, ૮૦ પીઆર ઉપર ૩૬ વિદ્યાર્થીનીઓ, ૭૦ પીઆર ઉપર ૩૦ વિદ્યાર્થીનીઓ,60 પીઆર ઉપર ૨૦ વિદ્યાર્થીનીઓ આવેલ હોય તથા ધો ૧૦ માં ૯૦ પીઆર ઉપર ૩૧ વિદ્યાર્થીનીઓ, ૮૦ પીઆર ઉપર ૩૯ વિદ્યાર્થીનીઓ, ૭૦ પીઆર ઉપર ૪૧ વિદ્યાર્થીનીઓ, 60 પીઆર ઉપર ૩૩ વિદ્યાર્થીનીઓ આવેલ છે

             સમગ્ર શાળાના ઉત્તમ પરિણામથી દાતાઓ, ટ્રસ્ટીઓનું તથા શાળા પરિવારનું ગૌરવ વધેલ હોય છાત્રોને શુભેચ્છા અપાઈ છે.

June 26, 2020

DLSSની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

રમતગમત મા પણ અવ્વલ અને ભણવામાં પણ અદભુત સફળતા 


             https://f6check.rediff.com/bn/downloadajax.cgi/Screenshot_20200626-092858.png?login=jaydeep_nimavat&session_id=6L30PK1KOKUfaDZHcFCgABZC6aloo3P0&formname=download&folder=Inbox&file_name=1593144007.S.1137479.28476.H.WUpheWRlZXAgTmltYXZhdABTY3JlZW5zaG90ICgyNi1KdW4tMjAyMCA5OjI4OjU4IEFNKQ__.RU.rfs343,rfs343,318,496.f4-234-225.old&filetype=image/png&els=f13a00479628256f8dbc5155dd742c14        

                        શાળા મા અભ્યાસ કરતી તેમજ DLSS માંથી એડમિસન મેળવેલ એચ.એસ.સી. ની વિદ્યાર્થીની ચિખલીયા પ્રિયાબહેને ફેન્સીંગ રમતમાં સ્ટેટ લેવલ-2 એસોસીએસન સ્ટેટ લેવલ-1 મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે તથા માર્ચ 2020 ની બોર્ડ ની પરીક્ષામાં કોમર્સ વિભામા ૯૫.૫૮ P.R. મેળવ્યા છે. દરરોજની સ્પોર્ટ્સની 4 કલાકની ધનીષ્ટ તાલીમ હોવા છતાં તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે ખરેખર પ્રશંશનીય છે. તથા ગઢિયા શ્રુતિ તેમજ પાનસુરીયા મનાલીએ ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરી વિજ્ઞાન પ્રવાહમાં એડમિસન મેળવેલ છે. જેના બદલ શાળાના સર્વે દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા આચાર્યશ્રી તથા શૈક્ષણિક સંકુલના સ્ટાફગણ અને વિદ્યાર્થીની બહેનો વતી અભિનંદન પાઠવવામાં આવે છે.

February 22, 2020

તિરંગા યાત્રા

ગણતંત્ર દિવસ પૂર્વે કાલાવડ માં પ્રથમ વખત ૧૧૧મીટરના રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રા સવારે 10
વાગ્યે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમની આગેવાનીમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. કાલાવડમાં એક અનોખો જ દેશભક્તિનો માહોલ ઉભો થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.


  ૨૫ જાન્યુઆરી ના સવારે ૧૧૧ મીટર લાંબા રાષ્ટ્રધ્વજની સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સહેરના મુખ્ય માર્ગ પર થયીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને ફૂલહાર કરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં આપની શાળા ના ટ્રસ્ટી ગણ, તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ હોશ ભર ભાગ લીધો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયા પછી  જામનગર જીલ્લા ના લોકલાડીલા મંત્રી શ્રી પૂનમબેન માડમે શાળાની શુભેચ્છા મુલાકાત લીધેલ.


 ત્યાર બાદ ગુજરાતના રાજ્યમંત્રી  તેમજ જામનગર શહેર ના લોકલાડીલા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ શાળાના સંકુલ ની મુલાકાત લીધી.








શાળામાં લોક ડાયરા ની મોજ

શાળા માં સ્વચ્છ ભારત મિસન, તેમજ પ્રાદેશિકકમિશનર શ્રી નગરપાલિકાઓ કચેરી ઝોન- રાજકોટ અને નગર પાલિકા કાલાવડ અંતર્ગત લોકડાયરો યોજાયેલો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમજ સ્ટાફે વિવિધ ભજનોનો આસ્વાદ ચાખેલો તેમજ સ્વચ્છતા માટેના સપથ લીધેલ.





ભૂતપૂર્વ કૃષિ મંત્રી આમારી શાળાની મુલાકાતે. . . . .

ગુજરાતના ભૂતપૂર્વ કૃષિમંત્રી તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી આમારી સંસ્થાની શુભેચ્છા મુલાકાતે પધારેલ. શાળાના સંકુલ ની મુલાકાત લયીને દિલીપભાઈ ને ખુબજ આનંદ અને હર્ષ ની લાગણી થયેલ.



एक कलाकृति एक अद्वितीय स्वभाव का अद्वितीय परिणाम है.

ધો ૧૧ માં આવતા ઉદ્યોગ વિષય માટે શાળાના શિક્ષકો દ્વારા સુંદર કલાકૃતિ ઓ માટે યોગ્ય માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવે છે. શ્રી બી બી એન્ડ પીબી હીરપરા કન્યા વિદ્યાલય ના શિક્ષકો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે ધો ૧૧ ના વિદ્યાર્થીઓને ઉદ્યોગ વિષય માટે ઉત્તમ તૈયારી કરાવી ઉત્કૃષ્ટ કૃતિઓ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.


સામાન્ય રીતે આપને ઉન નો એકજઉપયોગ ખબર છે અને એ છે ગરમ કપડા બનાવવા માટે પરંતુ અમારી શાળાની વિદ્યાર્થીની બહેનોએ ઉનના રૂમાલ,તોરણ,થેલી, પર્સ,આસન,પાઉચ,મોબાઈલ કવર,કોડિયું, દીવો વગેરે સુંદર વસ્તુઓ બનાવી.

આ ઉપરાંત વિવિધ પ્રકાર ના ઉન ના રૂમાલ, દાંડિયા તેમજ દીવડા પણ આ વિષય માં વિદ્યાર્થીની બહેનોએ બનાવ્યા.

January 24, 2020

શ્રેષ્ઠ શાળા પુરષ્કાર ૨૦૧૯-૨૦

                                     “सपने को पाने के लिए समझदार नहीं पागल बनना पड़ता है”





              આવુજ કઈક વિચારે છે શાળા ની મેનેજમેન્ટ ટીમ થી લઇને શિક્ષકો  તેમજ તમામ કામ કરતા કર્મચારિયો અને આનુજ પરિણામ છે કે હીરપરા ની સફળતાની છલાંગ હવે ફક્ત જીલ્લા પુરતી સીમિત નથી રહી. રાજ્ય કક્ષાએ પણ શ્રી બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલયે શ્રેષ્ઠ શાળા તરીકે ત્રીજો ક્રમાંક મેળવીને સફળતાના સોપાન સિદ્ધ કર્યા છે. સૌરાષ્ટ્ર ની એક માત્ર ગ્રાન્ટ ઇન એઇડ શાળા તરીકે રાજ્યમાં શ્રેષ્ઠ શાળા તરીકે ની ત્રીજા ક્રમાંક ની ઉપલબ્ધી પ્રાપ્ત કરીને આખા સૌરાષ્ટ્ર નું ગૌરવ વધ્યું છે.



           જામનગર જીલ્લાની કાલાવડ ની હીરપરા કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ પુરું પાડીને બોર્ડ ની પરીક્ષામાં ઊંચું પરિણામ લાવતા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપરાંત વિવિધલક્ષી અન્ય પ્રવૃત્તિઓ કરવા બદલ રાજ્યમાં ત્રીજા ક્રમે પસંદ થતાં ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન, અટીરા ખાતે રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાના હસ્તે હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડના સંચાલકો, શિક્ષકો વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મંત્રીશ્રી જમનભાઈ તારપરા સહીત શૈક્ષણિક સ્ટાફે હાજરી આપી હતી અને જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના મહિલા અધિકારી બીનાબેન દવે પણ સહભાગી બન્યા હતા.



"जो भी हो , सोचिये  तो  हमेशा बड़ा सोचिये "- चाणक्य 

                   અવોર્ડ ની સાથે સંકુલને રૂ. ૨ લાખનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યોછે.
રાજ્યકક્ષાએ અવોર્ડ મેળવી હીરપરા શૈક્ષણિક સંકુલે જામનગર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
                  ગાંધીનગર ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માં કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સંચાલિત હીરપરા શૈક્ષણિક સંકુલને રાજ્યકક્ષા નીશ્રેષ્ઠ શાળાઓમાં તૃતીય કક્ષાનો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ અવોર્ડ મેળવવા પાંચ વર્ષે નોમીનેટ થઇ શકાય છે. જેમાં બોર્ડ નું પરિણામ, શાળા શાલામતી, ભૌતિક સુવિધાઓ, લેબ, વર્ગખંડ, પુસ્તકાલય, સ્માર્ટ ક્લાસરૂમ, સુખાકારી સગવડો, શાળાનું ભાવાવરણ, શાળામાં લોક જાગૃતિ અભિયાન, સામાજિક પ્રવૃત્તિ, માનવ મુલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણનું જતન, સ્વચ્છતાની જાળવણીનું પ્રવૃત્તિલક્ષી શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ ધ્યાનમાં લઇ રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા અવોર્દની પસંદગી કરવામાં આવે છે.

January 04, 2020

સ્વચ્છતા માં પણ નંબર વન

નગરપાલિકા કાલાવડ દ્વારા સ્વચ્છતા નું સર્વેક્ષણ કરવામાં આવેલ જેમાં શ્રી બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય નેરાબેતા મુજબ પ્રથમક્રમાંક મેળવેલ. આપેલા ફોટોગ્રાફ્સ માં નગરપાલિકા ના પ્રતિનિધિ દ્વારા સર્ટીફીકેટ સ્વીકારતા શાળા ના આચાર્યા બહેનશ્રી પાર્વતીબેનઅમીપરા.

हम भी किसी से कम नहीं | N.C.C. Camp at Ghunda 2019/20

શાળા માં અભ્યાસ કરતી એન.સી.સી. ની વિદ્યાર્થીનીઓએ ઘુનડા મુકામે તાલીમ લીધેલી.ઘણાવર્ષોથી શ્રી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં વિદ્યાર્થીઓને એન.સી.સી.નીતાલીમ આપવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા માંરહેલીએન.સી.સી. ની વિદ્યાર્થીઓ માટે તાલીમ સબબ એન.સી.સી.દ્વારા ઘુનડા, તા.જામજોધપુર, જી. જામનગર મુકામે એક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. સર્વે એન.સી.સી. કેડેત્સે ત્યાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ તેમજ તાલીમ માં ઉત્સાહપૂર્વક ભાગ લઇને શાળા નું ગૌરવ વધારેલ