October 14, 2019

ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિતે સ્મરણ યાત્રાનું શાળા દ્વારા ભાવભર્યું સ્વાગત...

અમારી શાળા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સ્મરણ યાત્રાનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વિવિધ રંગોનાં ફૂલની રંગોળી કરવામાં આવી હતી.

શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા ગાંધીજીના પ્રિય ગીત  'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' પર ખૂબ જ સુંદર નૃત્ય દર્શાવવામાં આવ્યું. આ નૃત્ય જોઇને સૌ કોઈ ભાવ વિભોર થઇ ગયા હતા.



આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર. સી. ફળદુ સાહેબ, મનસુખભાઈ માંડવીયા તેમજ પુનમબેન માડમ વગેરેની વિશેષ ઉપસ્થિતિ વડે કાર્યક્રમ સફળ રહ્યો હતો.


October 13, 2019

નવરાત્રી મહોત્સવની શાનદાર ઉજવણી

અમારી શાળામાં નવ દિવસ સુધી મા આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી ની દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર ઉજવણી કરવામાં આવી. શાળાની વિધાર્થિનીઓ દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના તાલે રાસ રમઝટ કરવામાં આવી. તેમજ અમારી શાળાના ટ્રસ્ટી તેમજ સંચાલક મંડળના સુંદર આયોજન થકી રોજ ગરબે રમ્યા બાદ વિદ્યાર્થિનીઓને  રોજ અલગ અલગ પૌષ્ટિક અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પર્વ માં સંસ્થાના સંચાલકો, મહેમાનોએ હાજરી આપી શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરી.

October 04, 2019

ગાંધીજયંતી ની ઉજવણી

ગાંધીજયંતી ની ઉજવણી તેમજ single use પ્લાસ્ટિક ના વાપરવા માટેના સપથ

તા.૦૨ ઓક્ટોબર એટલેકે ગાંધીજયંતી ના દિવસે થયેલ ઉજવણી ના રૂપે શાળા ના તમામ સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીની બહેનોએ પ્લાસ્ટિક ના વાપરવા માટે સપથ લીધેલ. જેની કેટલીક યાદગાર ક્ષણો.





શાળાની વિદ્યાર્થીની બહેનોએ ગાંધીજીના 'સ્વચ્છ ભારત' ના સ્વપ્નને સાકાર કરવા માટે શાળા ના આસપાસ ના વિસ્તાર ની સફાઈ કરેલ.




 

ચેક વિતરણ કાર્યક્રમ ૨૦૧૯-૨૦
શ્રી કાલાવડ તાલુકાલેઉવા પટેલ સેવાsસમાજ સંચાલિત શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય - કાલાવડ શૈક્ષણિક સંકુલમાં તા ૨૯-૦૯-૨૦૧૯ ના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાર્થી ઉચ્ચ કેળવણી સહાયક મંડળ જામનગર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને 'સ્કોલરશીપ ચેક' વિતરણ કાર્યક્રમ યોજાયો. 


કાર્યક્રમની શોભા અને સફળ બનાવવા કાર્યક્રમના અધ્યક્ષશ્રી આર.સી. ફળદુ સાહેબ, કેબીનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીને આગળ વધવા પ્રેરણા આપી તેજસ્વી બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા. આ સાથે કાર્યક્રમની શોભા વધારનાર સંસ્થાના સ્થાપક શિવલાલભાઈ વેકરીયા તથા સંસ્થાના પ્રમુખશ્રી ગોપાલભાઈ અકબરી તથા સંસ્થાના મંત્રી શ્રી જમનભાઈ તારપરા તથા ઉચ્ચ કેળવણી મંડળ ના પ્રમુખ રામજીભાઈ એસ ઈટાલીયા- સુરત થીપધારી બાળકોને પ્રેરણા આપી સંસ્થાના ઉપપ્રમુખશ્રી મગનભાઈ શિયાણી, મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી વેલજીભાઈ સભાયા, ટ્રસ્ટી શ્રી ગાંડુભાઈ ડાંગરીયા, વશરામભાઈ વેકરીયા તથા એડવોકેટશ્રી અર્જુનભાઈ પટેલ તથા નયનાબેન પ્રવીણભાઈ માધાણી- પ્રમુખશ્રી જીલ્લા સહકારી સંઘ તથા ડો. વી.બી. માલવિયા તથા સુભાષભાઈ ડોબરીયા તથા કાન્તીભાઈ મારકાના- સી.એ. તથા લાખાભાઈ વેકરીયા તથા શિવુભા તથા અશોકભાઈ ભંડેરી તથા સર્વ સ્ટાફગણ, વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીની બહેનોની હાજરીમાં કાર્યક્રમ સફળ થયો

shandar jabarjasht zindabad!!

શાનદાર, જબરજસ્ત, ઝીન્દાબાદ!!!!!

                  બસ, આ કાર્યક્રમ ને આ ત્રણ શબ્દો માં જ વર્ણવી શકાય; શાનદાર, જબરજસ્ત, ઝીન્દાબાદ !!!. બધાને મંત્રમુગ્ધ કરીદે તેવો કાર્યક્રમ અમારી શાળા શ્રી બી.બી એન્ડ પી.બી હીરપરા માં તા. ૨૬/૦૯/૨૦૧૯ ના રોજ યોજાયો. કાર્યક્રમ ની શરૂઆત જ્યાં સુધી ન થઈ ત્યાં સુધી કોઈને પણ જાણ ના હતી કે આ કાર્યક્રમ શેના વિષે હશે. પરંતુ જેવીજ કાર્યક્રમ ની શરૂઆત થઈ તરતજ સર્વે મેહમાનો, આચાર્ય, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીની બહેનો નું ધ્યાન કાર્યક્રમ ના મુખ્ય પાત્ર તરફ કેન્દ્રિત થયી ગયું. 
                 નૃત્ય એક સંસ્કૃત શબ્દ છે કે જેનો ઉપયોગ નાટ્ય માં થાય છે જેનો ઉલ્લેખ ભારત ના પૌરાણિક ગ્રંથ "નાટ્યશાસ્ત્ર" માં કરવામાં આવ્યો છે. નૃત્ય ના ઘણા બધા પ્રકારો છે જેવા કે તાંડવ, નાટ્ય, લાસ્ય, લાઘવ આ બધા નો ઉલ્લેખ ' તીલાક્માંન્જરી' નામના પુસ્તક માં કરવામાં આવ્યો છે. 



                 કાર્યક્રમ ના મુખ્ય અતિથી સત્રીય નૃત્ય ના ઉપાસક ડોક્ટર અન્વેષા મહંતા હતા. ડોક્ટર અન્વેષા ને રાષ્ટ્રીય અવોર્ડ જેવાકે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરષ્કાર ૨૦૧૩-૧૪ માં આપવામાં આવ્યો હતો.છેલ્લા ૨૫ વર્ષો થી સત્રીય સંગીત, નાટ્ય અને નૃત્ય ના તે ઉપાસક રહ્યા છે. તેણીએ ભારત,મલેશિયા, થાયીલેન્ડ, હોંગ કોંગ, જાપાન અયાર્લેન્ડ, કેનેડા, અમેરિકા, શ્રીલંકા, ફ્રાંસ, ન્યુ ઝીલેન્ડ જેવા દેશોમાં તેણીએ પોતાના નૃત્ય નું પરફોર્મન્સ આપીને લોકો ના હૃદય જીતી લીધા હતા. અમારી શાળા માટે આ કાર્યક્રમ ને માણવો એક લહાવો હતો.







કાર્યક્રમ ની શરૂઆત સંસ્થા ના ટ્રસ્ટી ગણ, આચાર્યા બહેન તેમજ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન ડોક્ટર અન્વેષા દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. શાળા ના આચાર્યા બહેન શ્રી પાર્વતીબેન અમીપરાએ અન્વેષા બહેન નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું



કાર્યક્રમ ની શરૂઆત અન્વેશાબહેને વિદ્યાર્થીઓને નૃત્ય વિશેની પ્રાથમિક માહિતી આપી ને કરી.


વિદ્યાર્થીઓને નૃત્ય વિશેની પ્રાથમિક માહિતી આપ્યા બાદ અન્વેષા બહેને સત્રીય નૃત્ય કરી બધાને આ નૃત્ય વિષે પરિચિત કર્યા. અને અલગ અલગ પ્રકાર ના ભાવને નૃત્ય દ્વારા કેવી રીતે દર્શાવી શકાય તેનું નિદર્શન વિદ્યાર્થીઓને આપ્યું. નૃત્ય ના આ સ્ટેપ્સ ને કરીને વિદ્યાર્થીની બહેનોએ પણ ખુબજ રસ પડ્યો
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના આચાર્યા બહેન શ્રી અમીપરા પાર્વતી બહેને કર્યું.




September 19, 2019

શ્રી  નરેન્દ્રભાઈ મોદી ની  69મી જન્મદિવસ ની ભવ્ય ઉજવણી 

કાલાવાડ તાલુકા લેઉવા પટેલ  સેવા  સમાજ સંચાલિત હિરપરા કન્યા વિદ્યાલય તથા કન્યા પ્રાથમિક શાળા તથા કાલાવડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલય શૈક્ષણિક સંકુલમાં માનનીય પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસની ભવ્ય ઉજવણીમાં નરેન્દ્રભાઈ મોદીના કામને આબેહુબ કલાના રૂપમાં 69
વર્ષ, 170 કલમ અને 138 મીટર 'નમામિ દેવી નર્મદે' વગેરેની વિદ્યાર્થીની બહેનો દ્વારા સંકુલ મેદાનમાં જ આકર્ષક રીતે માનવ આકૃતિ રચી પ્રદર્શિત કર્યું અને વિવિધ રંગોળી સાથે 69 દિવા પ્રગટાવી અને બધાનો સરવાળો કરીને 577 મીણબત્તી પ્રગટાવી એક અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સાથે રાષ્ટ્ર સેવક એવા ભાનુભાઇ પટેલના હસ્તે કેક કાપી સૌના મોં મીઠા કરાવવામાં આવ્યા। જેમાં સંસ્થાના મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા, વશરામભાઇ વેકરીયા, વલ્લભભાઈ સાંગાણી, વલ્લભભાઈ વાગડીયા, વિજયભાઈ ફળદુ, હસુભાઈ વોરા, અભિષેકભાઈ પટવા, પ્રફુલ્લભાઇ રાખોલીયા  તથા સંસ્થાના આચાર્યશ્રી તથા સર્વ સ્ટાફગણ તથા વિદ્યાર્થીની બહેનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમની કેટલીક યાદગાર ક્ષણો.




September 18, 2019

s.v.s. કક્ષાનો વિજ્ઞાન મેળો 2019-20
શ્રી  બી.બી. એન્ડ  પી.બી  હિરપરા  કન્યા  વિદ્યાલય  માં તા. 14 મી સપ્ટેમ્બર 2019 ના રોજ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયેલ જેની કેટલીક યાદગાર ક્ષણો ..................