December 29, 2021

Hand Writing Competition- સુલેખન સ્પર્ધા

 

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત -  Hand Writing Competition


 

Hand Writing Competition

 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય માં આજ રોજ તા. 25/11/2021 –ગુરૂવાર ના રોજ સવાર ની પ્રાર્થના સભા માં શાળા ના આચાર્યા બહેન શ્રી અમીપરા પાર્વતીબેન દ્વારા વિદ્યાર્થી જીવન માં સારા લેખન નું મહત્વ સમજાવેલું તેમજ તેનું યોગ્ય માર્ગદર્શન ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ ને સમજાવ્યું હતું. શાળા ના English વિષય ભણાવતા શિક્ષકો પ્રજ્ઞાબેન પ્રાગડા, જયદીપભાઈ નિમાવત અને ક્રિષ્નાબેન મકવાણાએ ધોરણ 9 માં Hand Writing સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં શાળાના કુલ ૧૫૩ વિદ્યાર્થીની બહેનોએ જોશ અને જુસ્સાભર  ભાગ લીધેલ.





 



 

જેમાં ધોરણ 9 ના  પાંચ વર્ગદીઠ પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીને શાળા તરફથી સર્ટીફીકેટ એનાયત કરી તેઓનું સન્માન કરવામાં આવેલ. જેમાં દરેક વર્ગ માંથી પ્રથમ ક્રમાંકે નીચે મુજબ ના વિદ્યાર્થીઓ આવેલ.

9A ગોન્ડલીયા દૃષ્ટિ દિનેશભાઈ

9B દોંગા આયુષી મહેશભાઈ

9C મેનપરા મિરલ સુરેશભાઈ

9D પાનસુરીયા મિરલ દીપકભાઈ

9E ચોવટીયા એનીશા મુકેશભાઈ 

આ કાર્યક્રમ અન્વયે શાળા પરિવાર તમામ ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓને તેમજ વિજેતા થનાર બહેનોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.


 

 


Fit India સપ્તાહ ની ઉજવણી

 

શ્રી બી.બી એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય – કાલાવડ

ફીટ ઇન્ડિયા અહેવાલ

પ્રસ્તાવના:- ભારત સરકારના ઉદેશ થી સમગ્ર દેશની અંદર ફીટ ઇન્ડિયા અંતર્ગત કાર્યક્રમ ની અંદર ભારત દેશના નાગરિકોનું શારીરિક-માનસિક સામાજિક અને અધ્યાત્મિક સ્તરેના સ્વાસ્થ્ય ની અંદર સુધારો થઈને દેશમાં એક ઉમદા નાગરિકનું બધા સ્તરે સર્વાંગી વિકાસ થાય અને બધા સ્તરે ફીટ થાય અને દેશના વિકાસમાં પ્રગતિમાં શ્રેષ્ઠતા પ્રદાન કરવાના હેતુસર અમારી શાળામાં આયોજન થયેલ.

પ્રથમ દિવસ

પ્રથમ દિવસે ભારતીય નૃત્યમાં ભારતનાટ્યમ નૃત્ય દેવડા મહેક્બેન ધો 9 a ની વિદ્યાર્થીના દ્વારા કરવામાં આવ્યું નૃત્ય પણ એક જીવનના વિકાસ માટે અને ફિટનેસ નો એક ભાગ છે. તેમને સાર્થક કરતા શરીર ના જુદા જુદા અંગો ને નૃત્ય દ્વારા ફિટનેસ આપી શકાય સાથે શબ્દોના લય દ્વારા માનસિક રીતે એકાગ્રતા મેળવે તેવા હેતુસર વિદ્યાર્થીની બહેનો સુધી હેતુ પ્રસ્થાપિત કરેલ.




બીજો દિવસબીજા દિવસની ફીટ ઇન્દિઅનિ પ્રવૃતિમાં અમારી શાળાના ધો 9 ના વિદ્યાર્થીઓ દ્વારા સુર્ય્નામાંશ્કાર કરી અને સૂર્ય નામાંશ્કારની જુદી જુદી સ્થીતીઓના પ્રોજેક્ટ પોસ્ટર બનાવી અને ક્લાસરૂમની અંદર ચોટાડવામાં આવ્યા અને સૂર્ય નમસ્કાર થી થતા લાભ અને તેમનું મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નિબંધ સ્પર્ધા તેમજ સામાન્ય રમતોના ઈતિહાસ અંગેના ક્વીઝ સ્પર્ધા યોજિ તેમાં ભારતના જુદી જુદી રમતોના શ્રેષ્ઠ ખેલાડી ના નામ અને તેની કારકિર્દી વિશે બાળકોને નેટ ઉપર થી વિગતો મેળવી અને વિદ્યાર્થીની બહેનોને માહિતી આપી હતી. આ કાર્યક્રમ ની અંદર શાળાના શિક્ષકો દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી હતી.

ત્રીજો દિવસ:-

ફીટ ઇન્ડિયા પખવાડિયાના ત્રીજા દિવસે અમારી શાળાના વિદ્યાર્થી બહેનોને સંતુલિત આહાર સમજાવીને તેના અંતર્ગત રીલે રમતોનું આયોજન કરેલ અને રીલે રમતો દ્વારા વિદ્યાર્થીની યાદશક્તિ,સ્પીડ તેમજ શારીરિક- માનસિક સ્થિતિ વિશે પ્રેક્ટીકલ સાથે રમતો ગોઠવવામાં આવી હતી.







ચોથો દિવસ

સ્વાસ્થ્ય ની ચકાસણીના ભાગરૂપે અમારા વાલીશ્રીઓને અમારી શાળાના આચાર્યશ્રી અમીપરા પાર્વતીબેન તથા પાટલિયા જતીનભાઈ દ્વારા સ્વાસ્થ્ય ની ચકાસણી માટે ગુગલ પ્લેની અંદર થી એપ ડાઉનલોડ કરી અને વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકો ના સ્વાસ્થ્ય ની ચકાસણી કરવા અંગે માર્ગદર્શન આપેલ.


 

પાંચમો દિવસ

“યોગ ભગાડે રોન” કહેવત ને સાર્થક કરતા અમારી શાળામાં વિદ્યાર્થીની બહેનો દ્વારા રિધમિક યોગા – દોંગા મહેક તથા સાવલિયા દિપાલી તથા ડોબરિયા ખુશી દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોટેશન તથા ધ્યાન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી અમીપરા પાર્વતીબેન દ્વારા જીવનમાં યોગ-ધ્યાન નું મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી.


ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય ઉપર શાળાના શિક્ષિકાબહેન દોંગા ચેતનાબેન દ્વારા મન ને સકારાત્મક રસ્તે કેવી રીતે વાળવું, જીવન માં માનસિક સ્થિરતાનું મહત્વ અને શ્રીમદ ભગવતગીતા ની અંદર નો સંદર્ભ લઇ અને મનોવિજ્ઞાન સંદર્ભ દ્રષ્ટાંત આપી માહિતીગાર કાર્ય.

છઠો દિવસ

ફીટ ઇન્દિઅન છેલ્લા દિવસે વિદ્યાર્થીની બહેનો તથા શિક્ષકોને સ્વાસ્થ્ય અંગેની પ્રતિજ્ઞા લેવડાવીને વ્યક્તિગતરીતે સ્વસ્થબની અને દેશને એક ઉમદા નાગરિકનું નિર્માણ કરીને ફીટ ભારત બનાવીએ સંદેશો આપીને પખવાડિયુ સમાપ્ત કરી પ્રમાણપત્રો એનાયત કરેલ હતા. 

 

આઝાદી કા અમૃત મહોત્સવ- વિદ્યાર્થીઓની શાનદાર સ્પીચ

 

શ્રી. બી.બી. એન્ડ. પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ

 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમારી શાળા શ્રી બી.બી.  એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં તા. 11/12/2021 ના રોજ સવારે પ્રાર્થના સભા માં શાળા ના આચાર્યા બહેન શ્રી અમીપરા પાર્વતી બહેને શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ને આપણી સ્વતંત્રતા માં હરણ ફાળો આપનાર સ્વતંત્ર સેનાનીઓ વિશે નો ટૂંકો પરિચય આપેલ તેમજ જામનગર ડી.ઈ.ઓ. સાહેબ ના ‘ આઝાદી કા અમૃત મહોત્સવ’ ના  પરિપત્ર (શા.શિ.ની./આ.અ.મ./૨૦૨૧/૨૮૯૪૨-૨૯૨૫૨ અનુસાર મહાત્મા ગાંધી વિશે શાળામાં ધો. ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો શાકરીયા હિમાનીબેન તેમજ ચાંગાણી મનશ્વી બહેન તેમજ ધો 11 માં અભ્યાસ કરતી ઓડેદરા શાંતિ બહેને  અનુક્રમે મહાત્મા ગાંધી અને મેડમ ભીખાજી કામા અને સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ચરિત્ર ઉપર સ્પીચ આપેલ અને આપણા ભારત દેશ માં આઝાદી ની ચળવળ માં કેવી રીતે આ બંને મહાનુભાવોએ પોતાનો અમુલ્ય ફાળો આપેલ તેના વિશે સમગ્ર વિદ્યાર્થીઓ તેમજ શાળાને માહિતગાર કરેલ.