January 24, 2020

શ્રેષ્ઠ શાળા પુરષ્કાર ૨૦૧૯-૨૦

                                     “सपने को पाने के लिए समझदार नहीं पागल बनना पड़ता है”





              આવુજ કઈક વિચારે છે શાળા ની મેનેજમેન્ટ ટીમ થી લઇને શિક્ષકો  તેમજ તમામ કામ કરતા કર્મચારિયો અને આનુજ પરિણામ છે કે હીરપરા ની સફળતાની છલાંગ હવે ફક્ત જીલ્લા પુરતી સીમિત નથી રહી. રાજ્ય કક્ષાએ પણ શ્રી બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલયે શ્રેષ્ઠ શાળા તરીકે ત્રીજો ક્રમાંક મેળવીને સફળતાના સોપાન સિદ્ધ કર્યા છે. સૌરાષ્ટ્ર ની એક માત્ર ગ્રાન્ટ ઇન એઇડ શાળા તરીકે રાજ્યમાં શ્રેષ્ઠ શાળા તરીકે ની ત્રીજા ક્રમાંક ની ઉપલબ્ધી પ્રાપ્ત કરીને આખા સૌરાષ્ટ્ર નું ગૌરવ વધ્યું છે.



           જામનગર જીલ્લાની કાલાવડ ની હીરપરા કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ પુરું પાડીને બોર્ડ ની પરીક્ષામાં ઊંચું પરિણામ લાવતા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપરાંત વિવિધલક્ષી અન્ય પ્રવૃત્તિઓ કરવા બદલ રાજ્યમાં ત્રીજા ક્રમે પસંદ થતાં ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન, અટીરા ખાતે રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાના હસ્તે હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડના સંચાલકો, શિક્ષકો વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મંત્રીશ્રી જમનભાઈ તારપરા સહીત શૈક્ષણિક સ્ટાફે હાજરી આપી હતી અને જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના મહિલા અધિકારી બીનાબેન દવે પણ સહભાગી બન્યા હતા.



"जो भी हो , सोचिये  तो  हमेशा बड़ा सोचिये "- चाणक्य 

                   અવોર્ડ ની સાથે સંકુલને રૂ. ૨ લાખનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યોછે.
રાજ્યકક્ષાએ અવોર્ડ મેળવી હીરપરા શૈક્ષણિક સંકુલે જામનગર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
                  ગાંધીનગર ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માં કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સંચાલિત હીરપરા શૈક્ષણિક સંકુલને રાજ્યકક્ષા નીશ્રેષ્ઠ શાળાઓમાં તૃતીય કક્ષાનો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ અવોર્ડ મેળવવા પાંચ વર્ષે નોમીનેટ થઇ શકાય છે. જેમાં બોર્ડ નું પરિણામ, શાળા શાલામતી, ભૌતિક સુવિધાઓ, લેબ, વર્ગખંડ, પુસ્તકાલય, સ્માર્ટ ક્લાસરૂમ, સુખાકારી સગવડો, શાળાનું ભાવાવરણ, શાળામાં લોક જાગૃતિ અભિયાન, સામાજિક પ્રવૃત્તિ, માનવ મુલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણનું જતન, સ્વચ્છતાની જાળવણીનું પ્રવૃત્તિલક્ષી શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ ધ્યાનમાં લઇ રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા અવોર્દની પસંદગી કરવામાં આવે છે.

January 04, 2020

સ્વચ્છતા માં પણ નંબર વન

નગરપાલિકા કાલાવડ દ્વારા સ્વચ્છતા નું સર્વેક્ષણ કરવામાં આવેલ જેમાં શ્રી બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય નેરાબેતા મુજબ પ્રથમક્રમાંક મેળવેલ. આપેલા ફોટોગ્રાફ્સ માં નગરપાલિકા ના પ્રતિનિધિ દ્વારા સર્ટીફીકેટ સ્વીકારતા શાળા ના આચાર્યા બહેનશ્રી પાર્વતીબેનઅમીપરા.

हम भी किसी से कम नहीं | N.C.C. Camp at Ghunda 2019/20

શાળા માં અભ્યાસ કરતી એન.સી.સી. ની વિદ્યાર્થીનીઓએ ઘુનડા મુકામે તાલીમ લીધેલી.ઘણાવર્ષોથી શ્રી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં વિદ્યાર્થીઓને એન.સી.સી.નીતાલીમ આપવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા માંરહેલીએન.સી.સી. ની વિદ્યાર્થીઓ માટે તાલીમ સબબ એન.સી.સી.દ્વારા ઘુનડા, તા.જામજોધપુર, જી. જામનગર મુકામે એક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. સર્વે એન.સી.સી. કેડેત્સે ત્યાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ તેમજ તાલીમ માં ઉત્સાહપૂર્વક ભાગ લઇને શાળા નું ગૌરવ વધારેલ