June 18, 2022

યોગાસન માં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિ મેળવતા હિરપરા સ્કુલ ના વિદ્યાર્થીઓ

    કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત હિરપરા કન્યા વિદ્યાલય તથા કન્યા પ્રા. શાળા, કાલાવડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલય ના છાત્રોએ યોગાસનમાં નેસનલ કક્ષાએ સફળતા મેળવી છે.

    યોગા ફીઝીકલ ફેડરેસન ઓફ ઇન્ડિયા હરિયાણા આયોજિત સિલ્વર જુબિલી ઓલ ઇન્ડિયા યોગાસન સ્પોર્ટસ ચેમ્પીયનશીપ ૨૦૨૨ માં પશ્ચિમ બંગાળ માં તા. ૨૬ મેં ૨૦૨૨ થી ૨૮ મેં ૨૦૨૨ કોલાઘાટ મુકામે યોગાસન સ્પર્ધાનું આયોજન થયેલ હોય જેમાં હિરપરા કન્યા વિદ્યાલય ની ૬ વિદ્યાર્થીની બહેનો પાદરીયા પૂર્વા, હિરપરા પ્રીન્સી, સાવલીયા દિપાલી, કપુરિયા પૂર્વી, ડોબરિયા ખુશી, દોંગા મયન્કીએ ભાગ લીધેલ જેમાં યોગા ફીઝીકલ ફેડરેસન ઓફ ગુજરાત ના માર્ગદર્શક કેયુરભાઈ ગાબાણી તથા ચિરાગભાઈ સાવલિયા દ્વારા નેતૃત્વ પૂરું પાડવામાં આવેલ જેમાં દોંગા મયન્કીબેન મુકેશભાઈ નેશનલ કક્ષાએ ૫મા નંબરની રેન્ક પર રહી શૈક્ષણિક સંકુલ ના દાતાશ્રીઓનું તથા ટ્રસ્ટીશ્રીઓનું તથા સમાજનું ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી.

No comments:

Post a Comment