શ્રી બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી
અહેવાલ
(વિજ્ઞાન/ગણિત પ્રદર્શન – ૨૦૨૨ )
તારીખ ૨૮/૦૨/૨૦૨૨
વિષય:- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે શાળામાં વિજ્ઞાન/ગણિત પ્રદર્શન અંગે
શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય- કાલાવડ માં આજરોજ ૨૮ ફેબ્રુઆરી ,૨૦૨૨ ના દિવસે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિજ્ઞાન/ગણિત પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રદર્શન માં વિજ્ઞાનના પ્રયોગો, વિવિધ નમૂનાઓ, ગણિત ના નમૂનાઓ રજુ કરવામાં આવ્યા હતા. તદુપરાંત વિજ્ઞાનના ઉપયોગી સાધનો જેવા કે, ટેલીસ્કોપ, સુક્ષ્મદર્શક યંત્ર વગેરે ની પણ ગોઠવણી કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં કુલ ૩૮ પ્રતિકૃતિઓ મુકવામાં આવી હતી. જેમાં લગભગ ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓએ પ્રદર્શનમાં રજૂઆત કરી હતી. અન્ય કૃતિઓમાં સુંદર ચાર્ટ મુકવામાં આવ્યા હતા. જેમાં શરીર રચના તથા બ્રમ્હાંડની રચના ની સમજ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ સુધી ચાલ્યો અને અંતે આ કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન આચાર્યા શ્રી અમીપરા પાર્વતીબેન ના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાન ના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ.
No comments:
Post a Comment