અમારી શાળામાં નવ દિવસ સુધી મા આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી ની દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર ઉજવણી કરવામાં આવી. શાળાની વિધાર્થિનીઓ દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના તાલે રાસ રમઝટ કરવામાં આવી. તેમજ અમારી શાળાના ટ્રસ્ટી તેમજ સંચાલક મંડળના સુંદર આયોજન થકી રોજ ગરબે રમ્યા બાદ વિદ્યાર્થિનીઓને રોજ અલગ અલગ પૌષ્ટિક અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પર્વ માં સંસ્થાના સંચાલકો, મહેમાનોએ હાજરી આપી શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરી.
No comments:
Post a Comment