કાલાવાડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત હિરપરા કન્યા વિદ્યાલય તથા કન્યા પ્રાથમિક શાળા તથા કાલાવડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ તથા અકબરી કન્યા છાત્રાલય શૈક્ષણિક સંકુલમાં માનનીય પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસની ભવ્ય ઉજવણીમાં નરેન્દ્રભાઈ મોદીના કામને આબેહુબ કલાના રૂપમાં 69
વર્ષ, 170 કલમ અને 138 મીટર 'નમામિ દેવી નર્મદે' વગેરેની વિદ્યાર્થીની બહેનો દ્વારા સંકુલ મેદાનમાં જ આકર્ષક રીતે માનવ આકૃતિ રચી પ્રદર્શિત કર્યું અને વિવિધ રંગોળી સાથે 69 દિવા પ્રગટાવી અને બધાનો સરવાળો કરીને 577 મીણબત્તી પ્રગટાવી એક અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સાથે રાષ્ટ્ર સેવક એવા ભાનુભાઇ પટેલના હસ્તે કેક કાપી સૌના મોં મીઠા કરાવવામાં આવ્યા। જેમાં સંસ્થાના મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા, વશરામભાઇ વેકરીયા, વલ્લભભાઈ સાંગાણી, વલ્લભભાઈ વાગડીયા, વિજયભાઈ ફળદુ, હસુભાઈ વોરા, અભિષેકભાઈ પટવા, પ્રફુલ્લભાઇ રાખોલીયા તથા સંસ્થાના આચાર્યશ્રી તથા સર્વ સ્ટાફગણ તથા વિદ્યાર્થીની બહેનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમની કેટલીક યાદગાર ક્ષણો.




No comments:
Post a Comment