ચેક વિતરણ કાર્યક્રમ ૨૦૧૯-૨૦
શ્રી કાલાવડ તાલુકાલેઉવા પટેલ સેવાsસમાજ સંચાલિત શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય - કાલાવડ શૈક્ષણિક સંકુલમાં તા ૨૯-૦૯-૨૦૧૯ ના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાર્થી ઉચ્ચ કેળવણી સહાયક મંડળ જામનગર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને 'સ્કોલરશીપ ચેક' વિતરણ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમની શોભા અને સફળ બનાવવા કાર્યક્રમના અધ્યક્ષશ્રી આર.સી. ફળદુ સાહેબ, કેબીનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીને આગળ વધવા પ્રેરણા આપી તેજસ્વી બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા. આ સાથે કાર્યક્રમની શોભા વધારનાર સંસ્થાના સ્થાપક શિવલાલભાઈ વેકરીયા તથા સંસ્થાના પ્રમુખશ્રી ગોપાલભાઈ અકબરી તથા સંસ્થાના મંત્રી શ્રી જમનભાઈ તારપરા તથા ઉચ્ચ કેળવણી મંડળ ના પ્રમુખ રામજીભાઈ એસ ઈટાલીયા- સુરત થીપધારી બાળકોને પ્રેરણા આપી સંસ્થાના ઉપપ્રમુખશ્રી મગનભાઈ શિયાણી, મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી વેલજીભાઈ સભાયા, ટ્રસ્ટી શ્રી ગાંડુભાઈ ડાંગરીયા, વશરામભાઈ વેકરીયા તથા એડવોકેટશ્રી અર્જુનભાઈ પટેલ તથા નયનાબેન પ્રવીણભાઈ માધાણી- પ્રમુખશ્રી જીલ્લા સહકારી સંઘ તથા ડો. વી.બી. માલવિયા તથા સુભાષભાઈ ડોબરીયા તથા કાન્તીભાઈ મારકાના- સી.એ. તથા લાખાભાઈ વેકરીયા તથા શિવુભા તથા અશોકભાઈ ભંડેરી તથા સર્વ સ્ટાફગણ, વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીની બહેનોની હાજરીમાં કાર્યક્રમ સફળ થયો

No comments:
Post a Comment