અમારી શાળા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સ્મરણ યાત્રાનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વિવિધ રંગોનાં ફૂલની રંગોળી કરવામાં આવી હતી.
શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા ગાંધીજીના પ્રિય ગીત 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' પર ખૂબ જ સુંદર નૃત્ય દર્શાવવામાં આવ્યું. આ નૃત્ય જોઇને સૌ કોઈ ભાવ વિભોર થઇ ગયા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આર. સી. ફળદુ સાહેબ, મનસુખભાઈ માંડવીયા તેમજ પુનમબેન માડમ વગેરેની વિશેષ ઉપસ્થિતિ વડે કાર્યક્રમ સફળ રહ્યો હતો.


No comments:
Post a Comment