5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. વિશ્વ ના સફળ નાગરિક બનવા થી લઇ ને એક સફળ જીવન જીવવા માટે નો રસ્તો બતાવે તે શિક્ષક . જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ ખાસ હોય છે, તે વ્યક્તિના જીવનમાં તે પૃષ્ઠભૂમિ સંગીત જેવા હોય છે, જેની હાજરી સ્ટેજ પર દેખાતી નથી, પરંતુ તેની હાજરી નાટકને જાણીતી બનાવે છે. એ જ રીતે, શિક્ષકની પણ આપણા જીવનમાં ભૂમિકા છે. તમે જીવનના કોઈપણ તબક્કે ક્યાં પણ હોવ, દરેકને શિક્ષકની જરૂર છે. ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા જે આ હોદ્દાઓ સંભાળતા પહેલા શિક્ષક હતા. ડો. રાધાક્રિશનન ના મત પ્રમાણે]
"teachers should be the best minds of our country"
અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં શિક્ષક દિવસ નિમિતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ઉમંગભર આ દિવસ ની તૈયારી કરી ને ઉજવણી કરવામાં આવી. ધો 9 થી 12 માં અભ્યાસ કરતી કુલ 179 વિદ્યાર્થીનીઓએ શાળા ના બધાજ વર્ગોમાં સરસ તૈયારી કરી બધાજ વિષયોના કુલ 171 તાસ લીધા. શાળા મેનેજમેન્ટ દ્વારા આ દિવસ ની ઉજવણી માટે પૂરો સહયોગ પૂરો પડેલ .

Very nice all girl
ReplyDelete