સહુથી ઊંચી તારી શાન
તારી આગળ શીશ નમાવીએ
આપીએ તને અમે બધા સન્માન
ભારત માતા ની જય
Happy Independence Day
આજે દેશભર માં ઉજવાઈ રહ્યો છે ૭૪ મોં સ્વતંત્રતા દિવસ. કોરોના મહામારી ને કારણે આપણી શાળામાં માં દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા આ ભવ્ય દિવસ ની ઉજવણી આ વખતે કોવીડ-૧૯ માટે સરકાર શ્રીએ આપવામાં આવેલી ગાઈડલાઈનસ ને અનુસરી ને ઉજવણી કરવામાં આવી. દર વર્ષે આપણી શાળામાં ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફ, શાળાની તમામ વિદ્યાર્થીનીઓ , વાલીઓ, શુભેચ્છકો, અતિથીઓ ની વચ્ચે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના વિશ્વ મહામારી ને કારણે અમારી શાળામાં ૧૫મી ઓગષ્ટ - સ્વતંત્ર દિવસ ની ઉજવણી સંસ્થા ના પ્રમુખશ્રી ગોપાલભાઈ અકબરી, ઉપપ્રમુખશ્રી મગનભાઈ શિયાણી, મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી શ્રી વેલજીભાઈ સભાયા તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ ; બાબુભાઈ કપુરિયા, વશરામભાઈ વેકરીયા, આંબાભાઈ પાંભર, તેમજ સામાજિક કાર્યકર સીપી ભાઈ, દિનેશભાઈ તથા શાળાના આચાર્યશ્રી તથા સંકુલના સર્વે સ્ટાફ ગણની ઉપસ્થિતિ માં કાર્યક્રમ દેશભક્તિ ની ભાવના તેમજ આપણા દેશની સરહદ પર રક્ષા કર્તા સૈનિકો તેમજ યુદ્ધમાં સહીદ થયેલ સૈનિકો ને શાબ્દિક શ્રદ્ધાંજલી આપીને યોજવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ માં સોશિયલ ડીસટન્સિંગ ના નિયમો નું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ.
કાર્યક્રમ ની શરૂઆત ભારત ના લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ ની પ્રતિમાને જય સરદાર ના નારા સાથે સુતર ની આંટી પેહરાવી ને સંસ્થા ના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ.
ત્યારબાદ સંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી અને તેને સલામી આપી આપણું રાષ્ટ્રગીત જન મન ગણ.... તેમજ ઝંડા ઉચા રહે..... નું ગાન કરવામાં આવ્યું.
ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી ગોપાલભાઈ અકબરીએ સ્વતંત્રતાદિવસ ઉપર પ્રેરક પ્રવચન આપેલ અને સંસ્થા સાથે જોડાયેલ તમામને સ્વતત્રતાદિવસની શુભેચ્છા પાઠવેલ.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દોંગા સરે કરેલ અને આભારવિધિ શાળાના આચાર્યશ્રી પાર્વતીબહેને કરેલ.
સમગ્ર કાર્યક્રમ ની કેટલીક યાદગાર ક્ષણો
વંદે માતરમ
ભારત માતાકી જય











No comments:
Post a Comment