શ્રી લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ દ્વારા તા. 17/09/2021 ના રોજ ભારત ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ૭૧ મો જન્મદિવસ તેમજ તેઓએ આજ રોજ પોતાની રાજકીય કારકિર્દી ના 20 વર્ષો પણ પુરા કરેલ જે સંદર્ભે શાળાના આપણા દેશના પ્રધાન મંત્રી ના જન્મદિવસ નિમિતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા શાળાના પ્રાટયાંગણ માં આપણા દેશની સુંદર રંગોળી બનાવવામાં આવેલ હતી.
17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી નો જન્મદિવસ.સમગ્ર દેશ લોકલાડીલા પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવી રહ્યું છે. વિદેશના નેતાઓએ પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જયારે અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં તેઓના જન્મદિવસ ની ઉજવણી આમંત્રિત મહેમાનો,વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીશ્રીઓ તેમજ સ્ટાફ દ્વારા જોશ ભર કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ ના મુખ્ય અતિથી ગણ માં કેબીનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આર.સી. ફળદુ સાહેબ પૂર્વ કૃષિ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય તથા શિક્ષણવિદ તેમજ સમાજસેવક - ભાનુભાઈ પટેલ, જામનગર જીલ્લા પંચાયત ના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, જામનગર ના જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી મનોજભાઈ જાની તેમજ સંસ્થાના મંત્રી શ્રી જમનભાઈ તારપરા, ખજાનચી વેલજીભાઈ સભ્ય, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ કપુરિયા, ગાંડુભાઈ ડાંગરિયા, વશરામભાઈ વેકરીયા, કાલાવડ એ.પી.એમ.સી. ના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, કશ્યપભાઈ વૈષ્ણવ, સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એમ.પી. ડાંગરિયા, મેઘજીભાઈ ચાવડા, હસુભાઈ વોરા, જામનગર આરોગ્ય સમિતિ ના ચેરમેનશ્રી જગદીશભાઈ સાંગાણી, કાલાવડ નગરપાલિકા ના પ્રમુખ શ્રી અજમલભાઈ ગઢવી, વલ્લભભાઈ વાગડિયા, પરસોત્તમભાઈ ફળદુ, કાંતિભાઈ ગઢિયા, રમેશભાઈ તાળા, છગનભાઈ સોરઠીયા, ભુમીતભાઈ ડોબરિયા તથા જીલ્લા તાલુકા ભાજપની ટીમ તથા સર્વ પત્રકારશ્રીઓ તથા સર્વે અધિકારીગણ તથા રંગોળીમાં 71 દીપ પ્રાગટ્ય કરી કેક કાપી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનો શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી આર.સી. ફળદુ સાહેબ અને શ્રી ભાનુભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધીને કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો કહીને તેઓ તેઓના વિદ્યાર્થીકાળ માં કેવી રીતે સફળતા ના શિખરો સર કરી શકે તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.










No comments:
Post a Comment