June 29, 2020

Online teaching of our school

The Show Must Go On

       English માં એક કહાવત છે કે The show must go on અર્થાત જે કાર્ય જે રીતે થતું હોય તેવી રીતે જ કોઈ પણ પરિસ્થિતિ કરવાનું જ છે. અને આ કહાવત 100 પ્રતિશત સાચી પડે છે અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ, મેનેજમેન્ટ ટિમ, તેમજ શાળાના સ્ટાફ માટે. અત્યારે આપનો દેશ કોરોના કાળ માંથી પસાર થયી રહ્યો છે અને આવી વિકટ પરિસ્થિતિમાં આપના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ની દિર્ઘ દ્રષ્ટિ આવા મુશ્કેલીના સમયને અવસર માં બદલવાનું કહે છે. તો તેઓશ્રીના આવા સોનેરી વિચારને કાર્ય માં બદલવા માટે અમારી શાળાએ તા ૧૫-૦૬-૨૦૨૦ થી શાળા મેનેજમેન્ટ ના સહયોગ થી શાળા ના વર્ગ માં અત્યાનુધિક  studio ઉભો કરેલ છે. અને નિયમિત પણે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વર્ગો ના તમામ વિષયોના શિક્ષકો તેઓના વિષયોના Video Lectures રેકોર્ડ કરવામાં આવે છે અને આ Lectures ને શાળા ની youtube channel https://www.youtube.com/channel/UCoXlwHOH5vlRId0f3NzOiHg ઉપર નિયમિત પણે upload કરવામાં આવે છે. આજ ની  તારીખ સુધીમાં અમારી શાળા દ્વારા કુલ ૮૨ video lectures upload કરવામાં આવેલ છે.





             ફક્ત video lectures જ નહિ પરંતુ નવા admission ની પ્રક્રિયા, fee payment, result આપવા , L.C. આપવા, નવા હાજરી પત્રકો બનાવવા , G.R. માં નવા વિદ્યાર્થીઓનું નામ દાખલ કરવું  વગેરે administrative કાર્યો પણ social distancing રાખી, mask પહેરી તેમજ  hand sanitizer નો ઉપયોગ કરીને  સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.



1 comment: