June 29, 2020

H.S.C/S.S.C. બોર્ડ માં હીરપરા કન્યા વિદ્યાલય નું ઉજ્જવલ પરિણામ


               કાલાવડ તાલુકા લેવુઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય માર્ચ ૨૦૨૦ નું શાળાના બોર્ડમાં ગૌરવવંતુ પરિણામ આવેલ છે.
               ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગર દ્વારા જહેલ થયેલા બોર્ડના પરિણામમાં શાળાનું ગૌરવવંતુ પરિણામ ધો૧૦ અને ધો ૧૨નુ આર્ટસ, કોમર્સ, સાયન્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં ધો ૧૦મ પ્રથમ: તાળા ધારા પી.- ૯૯.૨૦ પીઆર, દ્વિતીય: રાંક વાશ્વી બી. - ૯૮.૮૦ પીઆર, તૃતીય: સોજીત્રા મિશ્વા એચ.- ૯૮.૪૯ પીઆર, ધો. ૧૨ ( સાયન્સ) પ્રથમ: કાછડીયા ધ્રુવીશા વી.- ૯૦.૬૧ પીઆર, દ્વિતીય: અકબરી મોનિકા એમ.- ૮૮.૨૫ પીઆર, તૃતીય: સખીયા એકતા એમ.- ૮૬.૪૮ પીઆર, ધો ૧૨ (કોમર્સ) પ્રથમ: કમાણી પ્રિય વી.- ૯૯.૭૦ પીઆર, દ્વિતીય: તાળા જીનલ એચ.- ૯૯.60 પીઆર, તૃતીય: મુંજપરા ભાર્ગવી એન.- ૯૯.૪૧ પીઆર. ધો ૧૨ (આર્ટસ) પ્રથમ: વાગડિયા પ્રિય એલ.- ૯૭.૬૭ પીઆર, દ્વિતીય: વસોયા પૃથ્વી આર.- ૯૭.૩૧ પીઆર, તૃતીય: વસોયા હેમંસી કે- ૯૫.૦૦ પીઆર મેળવેલ છે.

              ઉપરોક્ત ધો ૧૨ ના પરિણામ માં ૯૦ પીઆર ઉપર ૪૮ વિદ્યાર્થીનીઓ, ૮૦ પીઆર ઉપર ૩૬ વિદ્યાર્થીનીઓ, ૭૦ પીઆર ઉપર ૩૦ વિદ્યાર્થીનીઓ,60 પીઆર ઉપર ૨૦ વિદ્યાર્થીનીઓ આવેલ હોય તથા ધો ૧૦ માં ૯૦ પીઆર ઉપર ૩૧ વિદ્યાર્થીનીઓ, ૮૦ પીઆર ઉપર ૩૯ વિદ્યાર્થીનીઓ, ૭૦ પીઆર ઉપર ૪૧ વિદ્યાર્થીનીઓ, 60 પીઆર ઉપર ૩૩ વિદ્યાર્થીનીઓ આવેલ છે

             સમગ્ર શાળાના ઉત્તમ પરિણામથી દાતાઓ, ટ્રસ્ટીઓનું તથા શાળા પરિવારનું ગૌરવ વધેલ હોય છાત્રોને શુભેચ્છા અપાઈ છે.

No comments:

Post a Comment