September 18, 2019

બીજી  ઓક્ટોબર એટલેકે એટલેકે  ગાંધીજીના  જન્મદિવસ   ના  રોજ  ભારતના  પ્રધાનમંત્રી  શ્રી  નરેન્દ્રભાઈ  મોદીએ   2014 માં આખા  ભારત  દેશમાં  સ્વછતા  અભિયાન  ની  શરૂઆત  કરી. આ  યોજના  નો  મુખ્ય  હેતુ  ભારતમાં  વસતા  દરેક  પરિવાર  ને  શૌચાલયો  મળી  રહે, ગામડાઓ  સ્વચ્છ  બને , સ્વચ્છ  તેમજ  પૂરતું  પીવાનું  પાણી  મળી રહે. 2019 માં એટલેકે  આજ  વર્ષે  આપણે  મહાત્મા  ગાંધીની  150મી  જન્મ  જયંતિ  ઉજવવા  જાયી  રહ્યા  છીએ. તો  આજ  વર્ષે આપણે  ગાંધીજીના   સ્વછતા વિષયક  હેતુઓ  આપણે  આપણા  દેશમાં પુરા  કરીયે  એવી  ભારતના પ્રધાનમંત્રીએ ઈચ્છા  વ્યક્ત  કરેલ. ગાંધીજી  સ્વચ્છતા  વિશે  સાચુજ કેહતા  કે

" જો  કોઈ  વ્યક્તિ  સ્વચ્છ નથી  તો  એ  સ્વસ્થ  પણ ના  રહી  શકે. અને  જો સ્વસ્થ  નથી  તો  સ્વસ્થ  મનોદશા સાથે  નહિ  રહી  શકે. સ્વસ્થ  મનોદશા  થી  જ  સ્વસ્થ  ચરિત્ર  નું  નિર્માણ  અને  વિકાસ  થયી  શકે."


" જો  કોઈ  વ્યક્તિ તેની  સ્વછતા  ની  સાથે  બીજા  ની  સ્વછતા માટે  સંવેદનશીલ  નથી  તો  આવી  સ્વચ્છતા બેઈમાની  છે."

ઉદાહરણ  રૂપે આપણું  ઘર  સાફ કરીને  ભેગો  કરેલો  કચરો જો  બીજાના  ઘર ની  સામે  ફેંકવામાં  આવે  તો તેનાથી અસ્વચ્છ વાતાવરણ અને  અસ્વચ્છ  સમાજનું  જ  નિર્માણ  થશે.

અમારી  શાળા  શ્રી  બી.બી. એન્ડ  પી.બી. હિરપરા કન્યા વિદ્યાલયમાં  સ્વચ્છતા  પખવાડા  અંતર્ગત  સ્વચ્છતાના  ફાયદાઓ  વિષે  સમગ્ર વિદ્યાર્થીઓને  શિક્ષકો  દ્વારા  વાકેફ  કરવામાં  આવ્યા. આ  15
દિવસો  માં  સ્વછતા  ને  લગતી  અનેક  પ્રવૃત્તિઓ  કરવામાં  આવી 3જી સપ્ટેમ્બરે શાળા  ના  વર્ગ, મેદાન, ટોયલેટ ની  સફાયી  વિદ્યાર્થીઓ  દ્વારા  કરવામાં  આવી. તા. 4 અને  5 ના દિવસે શાળાની  આસપાસ  ના  લોકો ને  સ્વચ્છતા  વિષે  જાગૃતિ  આવે  તેનામાટે વિદ્યાર્થીઓ  તેમજ  શિક્ષકો  દ્વારા જેહમત  ઉઠાવવામાં આવી. તા. 6ના દિવસે 'ગ્રીન  સ્કૂલ ડ્રાઈવ ' અંતર્ગત ધો  5થી 7 ના  વિદ્યાર્થીઓ દ્વારા  હાથ  થી  સાબુ  ધોવાની  ઝુંબેશ  તથા ધો 8-12 ની  વિદ્યાર્થીની  બહેનો  દ્વારા બહાર ના  વિસ્તાર માં  'સ્વચ્છતા  ઝુંબેશ ' માં  જોડાવા  પ્રોત્સાહન પૂરું પાડવામાં  આવ્યું। તા. 7ના  દિવસે  સ્વચ્છતા  સહભાગીદારી દિવસ  તરીકે  ની  ઉજવણી  રૂપે 'ગાંધીજી અને સ્વછ્ત્તા' વિષય  ઉપર ડિબેટ  સ્પર્ધાનું  આયોજન  કરવામાં  આવ્યું. તા. 8 અને  9 સપ્ટેમ્બર ના રોજ  'હેન્ડ વૉશ દિવસ ' અંતર્ગત વિદ્યાર્થીઓને  જમવા  પેહલા  હાથ  અને પગ  સરખી  રીતે  જોવા માટે  માર્ગદર્શન  પૂરું  પાડવામાં  આવ્યું. તા 10 મી  સપ્ટેમ્બર  ના રોજ  'વ્યક્તિગત સ્વચ્છતા  દિવસ ' ના  રોજ શાળા  ના  આચાર્ય  શ્રી  પાર્વતીબેન  અમીપરા  દ્વારા વ્યક્તિગત  સફાયીમાં નાખ,દાંત, વાળ , જીભ  જેવા શરીર  ના અંગો  ની  સ્વચ્છતા અંગે માર્ગદર્શન  પૂરું  પાડવામાં  આવ્યું. તા. 11 મી સપ્ટેમ્બર  ના દિવસે 'સ્વચ્છતા જ સેવા છે ' અંતર્ગત  વિદ્યાર્થીની  બહેનોએ વિવિધ  ચિત્રો, ચાર્ટ્સ , સૂત્રો , કાર્ટૂન, ફોટા વગેરે બનાવી લોકોને  જોવા  માટે આમંત્રિત  કરવામાં  આવ્યા  હતા. તા.13મી  સપ્ટેમ્બર  ના રોજ 'બાપુ ને  પત્ર ' બાબત  ઉપર  પત્ર  લેખન  ની  સ્પર્ધાનું  આયોજન  કરવામાં  આવ્યું હતું. તા. 14 અને  15
મી  સપ્ટેમ્બર  ના રોજ વિદ્યાર્થીનીઓને વ્યક્તિગત,શારીરિક,માનસિક,પર્યાવરણીય, સામાજિક વગેરે  જેવા  પાસાઓને અનુલક્ષીને જાગૃત કરવા  અંગે  સમાજ  આપવામાં આવી  હતી. તેમજ  વિવિધ  સ્પર્ધાઓમાં  વિજેતા  થનાર વિદ્યાર્થીની  બહેનોને પ્રોત્સાહન રૂપે ઈનામ આપવામાં  આવ્યા  હતા.
                આ  દરેક  પ્રવૃત્તિઓમાં શાળાના  આચાર્ય બહેન , બધા શિક્ષકો , વાલીઓ તથા વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણ માં સહકાર મેળવેલ.






No comments:

Post a Comment